ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

રશિયાના મૂન મિશનમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ, ભ્રમણકક્ષામાં ફેરફાર દરમિયાન કટોકટીની સ્થિતિ સર્જાઈ

  • રશિયાના મૂન મિશનને લાગ્યું ‘ગ્રહણ’
  • લુના-25માં ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ
  • ચંદ્રયાન-3 માટે પણ પરીક્ષા યથાવત્

ચંદ્રયાન-3 મિશન જેમ જેમ ચંદ્રની આસપાસ તેની ભ્રમણકક્ષાને મજબૂત બનાવી રહ્યું છે, ત્યારે રશિયા 11 ઓગસ્ટ, 2023, શુક્રવારના રોજ 47 વર્ષમાં તેનું પ્રથમ ચંદ્ર-ઉતરાણ અવકાશયાન લોન્ચ કરવા માટે તૈયાર છે. લુના-25 મૂન મિશન પણ 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરવાનું છે. જે દિવસે ભારતના ચંદ્રયાન-3ના લેન્ડિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, રશિયાના આ મિશનને ગ્રહણ લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,રશિયાના મૂન મિશનમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ છે.રશિયન અવકાશયાન લુના-25ની ભ્રમણકક્ષામાં ફેરફાર દરમિયાન શનિવારે કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી. રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે કહ્યું કે લુના-25 વાહનની ભ્રમણકક્ષા બદલવા માટે થ્રસ્ટ જારી કરાયું, પરંતુ કટોકટીના કારણે ભ્રમણકક્ષા યોગ્ય રીતે બદલી શકાઈ નહીં. આ વાહન બુધવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. લુના 21 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે. રશિયન એજન્સી રોસકોસ્મોસે જણાવ્યું હતું કે સ્થાનિક સમય પ્રમાણે બપોરે 2.10 વાગ્યે લુનાને પ્રી-લેન્ડિંગ ઓર્બિટમાં મોકલવાની કોશિશ કરવામાં આવી ત્યારે ઓટોમેટિક સ્ટેશન પર ઈમર્જન્સીની સ્થિતિ સર્જાઈ હતી.

એક મહિના કરતાં પણ ઓછા સમયમાં લુના-25 લોન્ચ થશે
રશિયાનું લુના-25 મૂન મિશન શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી ચંદ્રયાન-3ના પ્રક્ષેપણના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં રશિયન ફાર ઇસ્ટના વોસ્ટોચની કોસ્મોડ્રોમથી લોન્ચ થશે. રશિયન મિશન, ભારતીય મિશનની જેમ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવાનો પ્રયાસ કરશે, જેનું લક્ષ્ય એક એવા મૂલ્યવાન ગંતવ્યનું હશે, જેમાં નોંધપાત્ર પ્રમાણમાં બરફ હોય, જેનો ઉપયોગ ભવિષ્યમાં ઓક્સિજન અને ઈંધણ કાઢવા માટે થઈ શકે છે. જો કોઈ એક મિશન બીજા પહેલા સફળ થાય છે, તો તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું માનવ ઇતિહાસનું પ્રથમ મિશન ગણવામાં આવશે.

1976 બાદ રશિયાનું પ્રથમ ચંદ્ર મિશન
1976 પછી આ રશિયાનું પ્રથમ ચંદ્ર મિશન છે, જ્યારે દેશ સોવિયેત યુનિયનનો ભાગ હતું અને હવે યુરોપિયન સ્પેસ એજન્સી ના સાધનો વિના હાથ ધરવામાં આવશે, યુરો ન્યૂઝે અહેવાલ આપ્યો છે. યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે ESA એ રોસ્કોસમોસ સાથેનો સહકાર સમાપ્ત કર્યો. લુના-25નું દ્રવ્યમાન 1.8 ટનનું છે અને 31 કિલોગ્રામ વૈજ્ઞાનિક સાધનો વહન કરે છે, જેમાંથી કેટલાકનો ઉપયોગ પાણીની ઉપસ્થિતિનું પરિક્ષણ કરવા માટે અને 15 સે.મી.ની ઊંડાઈ સુધી ખડકના નમૂનાઓને લેવા માટે કરવામાં આવશે, જેનો ઉપયોગ ભવિષ્યના ક્રૂ મિશનને ટેકો આપવા માટે થઈ શકે છે. આ મિશન મૂળ રૂપે ઑક્ટોબર 2021 માં લૉન્ચ થવાનું હતું, પરંતુ ઘણા વિલંબને કારણે તે અવરોધાયું હતું.

આ પણ વાંચો : ચંદ્રયાન-3: હવે માત્ર 25 કિમીનું અંતર, લેન્ડિંગ પહેલા કરવું પડશે આ કામ

Back to top button