સાયન્સ એન્ડ ટેકનોલોજી

થોડા દિવસોમાં આ iPhone મા નહીં ચાલશે WhatsApp

Text To Speech

iPhone વપરાશ કરનાર લોકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર iOS 10 અથવા iOS 11 ના વર્ઝનનો ઉપયોગ કરતાં યુઝર્સને 24 ઓક્ટોબરથી WhatsApp સ્પોર્ટ કરવાનું બંધ કરશે. આ વર્ઝન iPhone 5 અને iPhone 5c તેમજ iPhone ના જૂના મોડલમાં જોવા મળી શકે છે. એક અન્ય રિપોર્ટ અનુસાર iPhone ના આ મોડલમાં iOS અપડેટ કરવું પણ મુશ્કેલ છે.

WABetaInfo ના રિપોર્ટ અનુસાર, એપલ કંપની ટૂંક સમયમાં જ iPhone 5 અને iPhone 5c પર WhatsApp સ્પોર્ટ કરવાનું બંધ કરી દેશે. આ રિપોર્ટ અનુસાર, વોટ્સએપ 24 ઓક્ટોબર સુધી iOS 10 અને iOS 11 ને સ્પોર્ટ કરવાનું બંધ કરી શકે છે.

તેમજ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, iPhone 5 અને iPhone 5c યુઝર્સને હાર્ડવેર અપગ્રેડ કરવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેમકે તેમાં iOS અપડેટને ઈન્સ્ટોલ કરવા માટે પૂરતી જગ્યાનો પણ અભાવ રહેલો હોય છે.

આ પણ વાંચો : વિશ્વાસ ન થાય પણ TATA મીઠુંથી લઈને એરલાઈન્સ બાદ હવે i-Phone બનાવશે

જો કે હાલમાં આ કારણે મોટાભાગના Apple યુઝર્સને કોઈ તકલીફ આવી શકે તેમ નથી. એક અંદાજ અનુસાર 89% iPhone યુઝર્સ iOS 15 નો ઉપયોગ કરી રહ્યા છે. તે સિવાયના ઘણાં iOS 15 ને પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. જ્યારે માત્ર 4 થી 5 ટકા યુઝર્સ જ iOS 13 ના જૂના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે.

Back to top button