ટ્રેન્ડિંગમનોરંજન

The RailwayMenનું ટીઝર રિલીઝ, કયારે અને ક્યાં જોવા મળશે વેબ સિરીઝ ?

Text To Speech

The RailwayMen: વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનાઓમાંની એક ભોપાલ ગેસ દુર્ઘટના વિશે સાંભળીને કોઈપણના રુવાટા ઉભા થઈ જાય. 2 ડિસેમ્બર, 1984ના રોજ થયેલા આ અકસ્માતમાં લગભગ 2000 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભોપાલની એક કેમિકલ ફેક્ટરીમાંથી ગેસ લીક ​​થયો હતો, જે ધીમે ધીમે શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયો હતો. આ મિથાઈલ આઈસોસાઈનેટ (MIC) ગેસ હતો, જેણે શહેરના અંદાજે 6 લાખ કર્મચારીઓ અને રહેવાસીઓને નુકસાન પહોંચાડ્યું હતું.

હવે નેટફ્લિક્સ પર એક સિરીઝ રિલીઝ થશે જેમાં આ દુર્ઘટનાની વાર્તા બતાવવામાં આવશે. તેનું નામ ‘ધ રેલ્વે મેન’ છે. આ સિરીઝ દિગ્દર્શક શિવ રાવૈલ દ્વારા બનાવવામાં આવેલી છે. આ સીરીઝનું ટીઝર પણ રીલીઝ કરવામાં આવ્યું છે,

The RailwayMen Teaser:

 

ટીઝરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમારા ધબકારા વધારી દે છે. ટીઝર જોઈને એવું લાગે છે કે આ સીરિઝને જોરદાર બનવાઈ છે. શિવ રાવૈલ દ્વારા બનાવવામાં આવેલી ધ રેલ્વે મેન સિરિઝમાં માધવન, કે કે મેનન, દિવ્યેન્દુ શર્મા, બાબિલ ખાન જોવા મળશે.

The RailwayMen વેબ સિરિઝ દિગ્દર્શન શિવ રાવૈલ દ્વારા બનાવવામાં આવેલી છે. આ સિરિઝ 18 નવેમ્બરે નેટફ્લિકસ પર રિલીઝ થશે. જેમાં ચાર એપિસોડ હશે. આ શ્રેણી યશ રાજ ફિલ્મ્સની ડિજિટલ શાખા યશ રાજ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: મારે તમારી સાથે ડેટ કરવું છેઃ અરે ના ના મારી તો ઉંમર થઈ ગઈઃ KBCમાં જોવા મળ્યાં રોમાંચક દૃશ્યો

Back to top button