મનોરંજન

સુનીલ શેટ્ટીની “Hunter” વેબસિરીઝનું ટીઝર રિલીઝ, જાણો વેબસિરીઝ ક્યારે જોઈ શકશો

Text To Speech

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી આગામી વેબ સિરીઝ ‘હન્ટર’માં એસીપી વિક્રમ સિંહાની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ વેબસિરીઝનું ટીઝર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું હતું. સુનીલ શેટ્ટીની આ વેબસીરિઝ એક એક્શન થ્રીલર સિરીઝ છે.

 ‘હન્ટર’ વેબસિરીઝનું ટીઝર થયું રિલીઝ

બોલીવુડના અભિનેતા સુનીલ શેટ્ટી તેમની આગામી વેબસરીઝ હન્ટરને લઈને ખૂબ ચર્ચામાં છે. સુનીલ શેટ્ટીના ચાહકો ઘણી આતુરતાથી આ વેબસિરિઝની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ચાહકોને માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુનીલ શેટ્ટીની ‘હન્ટર’ વેબસિરીઝનું ટીઝર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું હતું. વેબ સિરીઝમાં સુનીલ શેટ્ટી એક્શન અવતારમાં જોવા મળશે.

હન્ટર વેબસિરીઝ-humdekhengenews

સુનીલ શેટ્ટી એસપી વિક્રમ સિંહાની ભૂમિકામાં

આ વેબસિરીઝ એક એક્શન થ્રીલર સિરીઝ છે. સુનીલ શેટ્ટી એસપી વિક્રમ સિંહાના રોલમાં જોવા મળે છે. આ વેબ સીરીઝનું ટીઝર પણ જોરદાર છે અને તેમાં સુનીલ શેટ્ટીની જબરદસ્ત એક્શન પણ જોવા મળે છે. આ વેબ સિરીઝમાં સુનીલ શેટ્ટીની સાથે ઈશા દેઓલ અને બરખા બીષ્ઠ પણ જોવા મળે છે.

સુનીલ શેટ્ટીએ તેની વેબસિરીઝને લઈને કહી આ વાત

અભિનેતા સુનીલ શેટ્ટીએ તેની આ વેબસિરીઝને લઈને જણાવ્યું હતું કે, “એક્શન એવી વસ્તુ છે જેના માટે તે હંમેશા તત્પર રહે છે. હન્ટર મારા માટે ખુબ જ મહ્તનું છે હુ પહેલાથી જ એસપી વિક્રમ સિંહાના પાત્ર સાથે જોડાયેલો હતો. તેમના વિશે તેણે સાંભળ્યું હતું અને તે વન મેન આર્મી છે. અને મને ખાતરી છે કે ભારતના લોકો તેને ખુબ પસંદ કરશે”

 

View this post on Instagram

 

A post shared by Suniel Shetty (@suniel.shetty)

  આ તારીખે વેબસિરીઝ રિલીઝ થશે

સુનિલ શેટ્ટી એ આ વેબ સિરીઝનું ટીઝર તેના instagram પર શેર કર્યું હતું. આ 8 ભાગની વેબસિરીઝ એમેઝોન મિનિટીવી પર 22 માર્ચે રિલીઝ થશે.

આ પણ વાંચો : અદાણી પોર્ટ પરથી બે વર્ષમાં રુ. 375 કરોડ કરતાં વધુનું ડ્રગ્સ ઝડપાયું

Back to top button