કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) અધિકારીની ટીમ ઝડપાઈ
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![UP Police](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/08/UP-Police.jpg)
- કચ્છના ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આ ગેંગ તોડ કરતી
- વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતા હતા
- નકલી EDની ગેંગના આઠથી વધુ શખસોને ઝડપી પાડ્યા
ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી સહિત નકલીની ભરમાર વચ્ચે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) અધિકારીની ટીમ ઝડપાઈ છે. આ નકલી EDની ટીમ મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતા હોવાની જાણકારી મળી છે.
નકલી EDની ગેંગના આઠથી વધુ શખસોને ઝડપી પાડ્યા
ઉલ્લેખનીય છે કે પૂર્વ કચ્છ LCB અને એ ડિવિઝન દ્વારા નકલી EDની ગેંગના આઠથી વધુ શખસોને ઝડપી પાડ્યા હોવાના જાણકારી મળી રહી છે. કચ્છના ગાંધીધામ સહિતના વિસ્તારોમાં EDના નકલી અધિકારીઓ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને શિકાર બનાવતા હતા. સમગ્ર મામલે પૂર્વ કચ્છ પોલીસને જાણ થઈ હતી. જેમાં એલસીબીએ અમદાવાદ, ભુજ અને ગાંધીધામ સહિતના આઠથી વધુ શખસોને ઝડપી પાડ્યા હોવાની જાણકારી મળી છે. જો કે, પોલીસ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
“गुजरात से नक़ली ईडी की टीम पकड़ी गई।”
मुझे तो ये वाली ही असली लगती है, क्यो की कम से कम इन लोगो ने गुजरात में छापे मारने की हिम्मत तो करी।
— Gopal Italia (@Gopal_Italia) December 4, 2024
કમસે કમ આ લોકોએ તો ગુજરાતમાં દરોડા પાડવાની હિંમત કરી: ગોપાલ ઈટાલિયા
જ્યારે રાજ્યમાં EDના નકલી અધિકારીઓની ગેંગ ઝડપાતાં AAPના ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ‘મને તો આજ અસલી લાગે છે, કમસે કમ આ લોકોએ તો ગુજરાતમાં દરોડા પાડવાની હિંમત કરી.’