ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર બોલર બન્યો પિતા, સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી ફેન્સને પણ કરી દીધા ખુશ

Text To Speech
  • ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ પિતા બન્યો
  • પત્ની સંજનાએ પુત્રને જન્મ આપ્યો

એશિયા કપ 2023માં ટીમ ઈન્ડિયાની પહેલી જ મેચ બાદ સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અચાનક ભારત પરત ફર્યો છે. ટીમ ઈન્ડિયાની નેક્સ્ટ મેચ 4 સપ્ટેમ્બર એટલે કે આજે સોમવારે નેપાળ સામે થવાનો છે.પરંતુ તે પહેલા જ બુમરાહ દેશ પરત ફર્યો છે. બુમરાહ અંગત કારણોસર ભારત પરત ફર્યો છે . જો કે, હવે સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ પિતા બન્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને પિતા બનવાની જાણકારી આપી
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે. તેની પત્ની સંજના ગણેશે એક પુત્રને જન્મ આપ્યો છે. સંજના અને બુમરાહ પહેલીવાર માતા-પિતા બન્યા છે. જસપ્રિત બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને પિતા બનવાની જાણકારી આપી હતી. બુમરાહ હાલમાં મુંબઈમાં છે અને નેપાળ સામેની મેચમાં રમશે નહીં. પાકિસ્તાન સામેની મેચ બાદ તે શ્રીલંકાથી ભારત પરત આવ્યો હતો. હવે તે એશિયા કપમાં સુપર ફોરની મેચો માટે શ્રીલંકા પરત જશે.

 

 

View this post on Instagram

 

A post shared by jasprit bumrah (@jaspritb1)

સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી
બુમરાહે સોશિયલ મીડિયા પર પોતાનો, સંજના અને દીકરા અંગદના હાથની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતા તેણે પુત્રનું નામ પણ જણાવ્યું. બુમરાહે પોસ્ટમાં લખ્યું કે, અમારી નાની ફેમિલી, થોડી મોટી થઈ ગઈ. અમે ખૂબ જ ખુશ છીએ, સવારે અમે પરિવારમાં દીકરાનું સ્વાગત કર્યું. અંગત જસપ્રીત બુમરાહ. અમે ખૂબ-ખૂબ ખુશ છીએ.

ખુશીની ક્ષણે તેના ફેન્સને પણ ખુશ કરી દીધા
મહત્વનું છે કે, બુમરાહના જીવનની આ ખુશીની ક્ષણે તેના ફેન્સને પણ ખુશ કરી દીધા છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાના ફેન્સને પણ રાહત થઈ હશે કે બુમરાહ સંપૂર્ણ રીતે ઠીક છે. એટલું જ નહીં બુમરાહ બાળકના જન્મ પછી તરત જ શ્રીલંકા પરત ફરશે અને સુપર-ફોર સ્ટેજની મેચો માટે ઉપલબ્ધ રહેશે. સુપર-ફોરમાં પહોંચ્યા બાદ ભારતે 10 સપ્ટેમ્બરે તેની પહેલી મેચમાં પાકિસ્તાનનો સામનો કરવાનો છે.

આ પણ વાંચો : BCCIની એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કયા ખેલાડીઓને મળ્યું સ્થાન

Back to top button