ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં બાજી પલટી : વિરાટની ફિલ્ડિંગ અને શમીની બોલિંગ સાથે રાહુલ-સૂર્યકુમાર ચમક્યાં
ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપની પ્રથમ વોર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું હતું. મેચમાં વિરાટ બેટથી તો કંઈ ખાસ દેખાડી શક્યો ન હતો, પરંતુ તેણે પોતાની ફિલ્ડિંગથી મેચનું પાસું ફેરવી દીધું હતું. તેણે એક રન આઉટ કર્યો હતો અને શમીની ઓવરમાં તેને બાઉન્ડ્રરી ઉપર એક હાથે જબરજસ્ત કેચ પણ પકડ્યો હતો.
આ પણ વાંચો : રોમાંચિક વોર્મ-અપ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પાસેથી છીનવી જીત : શમી બન્યો જીતનો હીરો
18મી ઓવરમાં વિરાટે ભારતને મેચમાં વાપસી કરાવી હતી. તેણે ઓવરના બીજા બોલ પર ટિમ ડેવિડને રન આઉટ કર્યો. હર્ષલ પટેલની બોલિંગ પર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન જોશ ઈંગ્લિસે બોલ સાઇડમાં રમ્યો હતો. જ્યારે તે રન લેવા ગયો ત્યારે વિરાટ બોલની નજીક પહોંચ્યો અને તેને રનિંગ વિકેટકીપરના છેડે ફેંકી દીધો. જેના કારણે નોન-સ્ટ્રાઈકર એન્ડથી રન લેવા જઈ રહેલો ઓસ્ટ્રેલિયાનો ફિનિશર બેટ્સમેન ટિમ ડેવિડ 2 બોલમાં 5 રન બનાવીને રનઆઉટ થયો હતો.
વિરાટે એક હાથેે શાનદાર કેચ
શમીએ મેચની છેલ્લી ઓવરમાં બોલિંગ કરી હતી. છેલ્લી ઓવરમાં 11 રનની જરૂર હતી. પ્રથમ 2 બોલમાં 4 રન. આ પછી 4 બોલમાં 7 રનની જરૂર હતી. પેટ કમિન્સ ક્રિઝ પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે શમીએ બોલ નાખ્યો અને કમિન્સે લોગ ઓન પર સિક્સર મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાઉન્ડ્રી પર ઊભેલા વિરાટ કોહલીએ હવામાં કૂદીને એક હાથે બોલને પકડ્યો. કેચ લીધા પછી વિરાટ પણ આશ્ચર્યચકિત થઈ ગયો કે તેણે આવો કેચ પકડ્યો.
મોહમ્મદ શમીએ છેલ્લી ઓવરમાં બાજી પલટી
મેચની છેલ્લી ઓવરમાં ડગઆઉટમાંથી ઓવર નાખવા માટે બોલાવવામાં આવ્યો હતો. છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 11 રનની જરૂર હતી, પરંતુ મોહમ્મદ શમીએ 3 વિકેટ લઈને ભારતને જીત અપાવી હતી. તેણે રનઆઉટ પણ કર્યો હતો. તેને. ભારતે પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 6 રને જીત નોંધાવી હતી.
સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે ફટકારી અડધી સદી
ટીમ ઈન્ડિયા તરફથી કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે સૌથી વધુ રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 33 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવે 33 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 151.51 હતો.