ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, જાણો કેવી છે કરિયર

નવી દિલ્હી, તા. 18 ડિસેમ્બર, 2024: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસેબનના ગાબામાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ મેચ બાદ ભારતના સ્ટાર સ્પિન ઑલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. પાંચમા દિવસે જ્યારે વરસાદના ટી બ્રેક વખતે મેચ અટકી ત્યારે ટીમ ઈન્ડિયાના સભ્યો ડ્રેસિંગ રૂમાં હતા. તે સમયે અશ્વિનને કોહલીએ ગળે લગાવ્યો હતો અને તે ભાવુક થઈ ગયો હતો. જે બાદ તે ટેસ્ટ ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાત કરશે તે નિશ્ચિત થઈ ગયું હતું.

રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતો. 38 વર્ષની વયે દિગ્ગજ સ્પિનરે આ નિર્ણય કર્યો હતો. બોર્ડર ગાવસ્કર ટ્રોફી વચ્ચે તેનો આ નિર્ણય ટીમ ઈન્ડિયા માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

ઑલરાઉન્ડર અશ્વિનની કેવી છે કરિયર

આર અશ્વિને 106 ટેસ્ટમાં 537 વિકેટ ઝડપી છે. તેણે 5 વિકેટ 37 વખત અને 10 વિકેટ 8 વખત ઝડપી છે. આ ઉપરાંત 6 સદી અને 14 અડધી સદી પણ ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 124 રન છે. તેણે 116 વન ડેમાં 156 વિકેટ લીધી છે અને 707 રન પણ બનાવ્યા છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી20ની 65 મેચમાં 72 વિકેટ ઝડપી છે. આઈપીએલની 211 મેચમાં તેણે 180 વિકેટ ઝડપા સહિત 800 રન પણ બનાવ્યા છે.

રવિચંદ્રન અશ્વિને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આજે મારો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેનો છેલ્લો દિવસ હતો. એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે હું હવે આ રમત સાથે જોડાયેલો નહીં રહું. પરંતુ હું ચોક્કસપણે આ રમત સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો રહીશ. અશ્વિને તેની એક્સ પોસ્ટ પર લખ્યું, ઘણા વિચાર કર્યા પછી, મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. અવિસ્મરણીય ક્ષણોથી ભરપૂર, ભારતનું પ્રતિનિધિત્વ કરતી મારી અત્યાર સુધીની સફર અવિશ્વસનીય રહી છે. મારા સાથી ખેલાડીઓ, કોચ, બીસીસીઆઈ અને સૌથી અગત્યનું ચાહકોને તેમના અતૂટ સમર્થન માટે આભાર. નવા પડકારો મારી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ હંમેશા મારા હૃદયમાં વિશેષ સ્થાન જાળવી રાખશે.

આ પણ વાંચોઃ રવિચંદ્રન અશ્વિને રચ્યો ઈતિહાસ, 39 મેચમાં આ કારનામું કરીને બન્યો નંબર 1

તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button