ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પહોંચ્યા ભગવાન મહાકાલના દરબારમાં, જુઓ તસ્વીરો
ઈન્ડિયાની ક્રિકેટ ટીમ હાલમાં અલગ જ ફોર્મ સાથે મેદાનમાં જોવા મળી રહી છે. આવતીકાલે જ્યારે ન્યુઝીલેન્ડ સામે ઈન્દોરમાં ત્રીજી અને અંતિમ વન ડે રમશે. તેના પહેલાં ટીમના કેટલાંક પ્લેયર ભગવાન મહાકાલના દરબારમાં પહોંચ્યા હતા.
જ્યાં તેમને ક્રિકેટર રિષભ પંતના ઝડપી રિકવરી માટે મહાકાલની ભસ્મ આરતી કરી અને જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા.
આ દરમિયાન ભારતીય ક્રિકેટરો સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર સાથે જોવા મળ્યા હતા. જેમણે ભગવાન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતીના દર્શન કર્યા બાદ ત્રણેયએ મહાકાલનો જળ અભિષેક કર્યો હતો.
ત્રણેય ખેલાડીઓએ ગર્ભગૃહમાં ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા માટે પારંપરિક ધોતી પહેરી હતી. જેની સાથે જ હર હર મહાદેવના નારાથી નવી ઊર્જા પણ મેળવી હતી.
મંદિરના દર્શન કરી ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે કહ્યું, અમે રિષભ પંતના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. તેનું પુનરાગમન અમારા માટે ખૂબ મહત્વનું છે.
આ પણ વાંચો : Hockey WC : ભારતનું સપનું રોળાયું, ન્યુઝીલેન્ડ સામે પેનલ્ટી શૂટઆઉટમાં હારી જતા બહાર