નેશનલસ્પોર્ટસ

ટીમ ઇન્ડિયાના ખેલાડી કેદાર જાધવના પિતા થયા ગુમ, પોલીસ ફરિયાદ નોંધાવાઇ

Text To Speech

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર કેદાર જાધવના પિતા મહાદેવ સોપાન જાધવ ગુમ થઈ ગયા છે. આ અંગે ક્રિકેટરે 27 માર્ચ (સોમવારે) પુણે શહેરના અલંકાર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. કેદાર જાધવે રિપોર્ટ નોંધાવ્યા બાદ પોલીસે તેના 75 વર્ષીય પિતાની શોધ શરૂ કરી હતી.

આજે સવારે ઘરેથી નીકળ્યા બાદ થયા ગુમ

અહેવાલ મુજબ કેદાર જાધવ અને મહાદેવ જાધવ પુણે શહેરના કોથરોડ વિસ્તારના રહેવાસી છે. મહાદેવ જાધવ 27 માર્ચે સવારે પરિવારમાં કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળ્યા હતા અને ફરી પાછા આવ્યા ન હતા. ફાઈલ થયેલા રિપોર્ટ મુજબ મહાદેવ જાધવ 5 ફૂટ 6 ઈંચ ઉંચા છે. તેના ચહેરાની ડાબી બાજુએ સર્જરીના નિશાન છે. તેણે સફેદ શર્ટ, ગ્રે ટ્રાઉઝર, કાળા ચપ્પલ અને સ્ટોકિંગ્સ પહેર્યા હતા. કહેવાય છે કે મહાદેવ જાધવ મરાઠી બોલે છે અને તેમણે જમણા હાથની આંગળીઓમાં સોનાની બે વીંટી પહેરી હતી. તેની પાસે કોઈ મોબાઈલ ફોન નહોતો. 38 વર્ષીય કેદાર જાધવે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના પિતાનો ફોટો અને ફોન નંબર પણ શેર કર્યો છે.

પોલીસે શરૂ કરી શોધખોળ

અલંકાર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર સાહાણેની આગેવાની હેઠળની ટીમે મહાદેવ જાધવની શોધ શરૂ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. વરિષ્ઠ અધિકારીએ લોકોને અપીલ કરી છે કે મહાદેવ જાધવ વિશે કોઈ પણ પ્રકારની માહિતી મળે તો તેઓ તરત જ પુણે પોલીસનો સંપર્ક કરે.

Back to top button