ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ટીમ ઈંડિયાની વતન વાપસી થઈ, એરપોર્ટ પર ખેલાડીઓના સ્વાગત માટે ચાહકોની ભીડ ઉમટી

Team India return from Dubai after CT 2025 win: 2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફી ભારતે જીતી લીધી છે. આ જીત પછી, ભારતીય ટીમના ઘણા ક્રિકેટર્સ હવે પોતાના દેશ પાછા ફર્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અલગ-અલગ મુંબઈ પહોંચ્યા છે. જ્યારે હેડ કોચ ગૌતમ ગંભીર અને હર્ષિત રાણા દિલ્હી પહોંચ્યા છે. અક્ષર પટેલ અમદાવાદ પહોંચ્યા છે. વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ પહોંચ્યા છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ચાહકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રોહિત શર્માને કાળા ટી-શર્ટ, વાદળી ટોપી અને વાદળી જીન્સમાં એરપોર્ટ પર આવતા જોઈને ચાહકોએ નારા લગાવવાના શરૂ કરી દીધા હતા. રોહિતે પણ હાથ ઉંચો કરીને ચાહકોના અભિવાદનનો સ્વીકાર કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે X પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું- આલા રે….

રોહિતનો બીજો એક વીડિયો એક સામે આવ્યો છે, જેમાં તે તેની પુત્રી સમાયરાને લઈને નીકળતા જોવા મળે છે. તેમની પત્ની રિતિકા સજદેહ તેમની પાછળ પાછળ આવી રહી છે. આ દરમિયાન ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. રોહિતને જોયા પછી ખૂબ નારા લગાવ્યા હતા. એરપોર્ટ સુરક્ષા અને CISF ને તેમને એસ્કોર્ટ કરવા પડ્યા હતા.

આ દરમિયાન, રોહિતનો બીજો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતે પોતાની રેન્જ રોવર કાર ચલાવે છે અને મુંબઈના વરલી સ્થિત પોતાના ઘરે પહોંચે છે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયર પણ મુંબઈ પહોંચ્યો છે. તેમના સ્વાગત માટે ચાહકો પણ પહોંચ્યા હતા.

હાર્દિકને જોતા જ ભારત માતા કી જયના ​​નારા લાગ્યા

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ તેમના બધા ચાહકોએ તેને જોઈને ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હતા.

હર્ષિત રાણાએ કહ્યું કે સારું લાગે છે

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે પહેલી બે મેચ રમનાર હર્ષિત રાણા દુબઈથી ભારત પરત ફર્યો છે, આ દરમિયાન તેમણે કહ્યું કે ટાઇટલ જીતીને સારું લાગે છે.

અક્ષર પટેલ અમદાવાદ પહોંચ્યો, હાથ હલાવીને ચાહકોનું સ્વાગત કર્યું

અક્ષર પટેલ પણ દુબઈથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો છે. જ્યાં તેમણે હાથ હલાવીને ચાહકોનું સ્વાગત કર્યું હતું. ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે નંબર 5 પર રમનાર અક્ષરે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું.

આ પણ વાંચો: ખેતરમાંથી એવું બટાટું નીકળ્યું કે લોકો ભગવાન સમજી પૂજા કરવા લાગ્યા, દર્શન કરવા લાંબી લાઈનો લાગી

Back to top button