અમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન સાથે ટીમ ભારતના કેપ્ટનના લાગણીભર્યાં દૃશ્યો, જૂઓ વીડિયો

  • વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ડ્રેસિંગ રૂમ.
  • ડ્રેસિંગ રુમ પહોંચ્ચાની સાથે જ પીએમ મોદીએ ભારતીય કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સહિત ઘણા ખેલાડીઓ સાથે કરી વાત.

અમદાવાદ: અમદાવાદમાં ICC વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં ટીમ ઈન્ડિયાને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. ખેલાડીઓ સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશવાસીઓ તમને જોઈ રહ્યા છે.

વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 240 રન બનાવ્યા હતા, તેની સામે કાંગારૂ ટીમે 6 વિકેટે જીત મેળવી હતી. જીતની સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમે છઠ્ઠો વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. આ હાર સાથે ભારતીય ટીમનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે રેકોર્ડ છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો હતો. હાર બાદ ભારતીય ખેલાડીઓ અને પ્રશંસકોનું દિલ તૂટી ગયું હતું. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજની આંખોમાં આંસુ આવી ગયા. તેની તસવીરો જોઈને ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા.

વર્લ્ડ કપની ફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયા ડ્રેસિંગ રુમમાં પહોંચી હતી, ત્યારે પીએમ મોદી પણ સ્ટેડિયમાં હાજર હતા, તેઓ પણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળવા ડ્રેસિંગ રુમમાં પહોંચ્યા હતા અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે વાત કરી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે.

 

ડ્રેસિંગ રુમમાં પહોંતાની સાથે જ પીએમ મોદીઓ ભારતીય કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સહિત ઘણા ખેલાડીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન નિરાશ ટીમ ઈન્ડિયાને જોઈને વડાપ્રધાન મોદીએ તમામ ખેલાડીઓને હિંમત આપી અને કહ્યું કે દેશવાસીઓ તમને જોઈ રહ્યા છે.

વચ્ચેની ઓવરોમાં મેચ પલટાઈ ગઈ, આ રીતે ટીમ ઈન્ડિયાની હાર થઈ

વર્લ્ડ કપની ફાઈનલ મેચની વાત કરીએ તો 10 ઓવરના પાવરપ્લેમાં ભારતે 80/2 રન બનાવ્યા હતા. આ પછી ટીમ ઈન્ડિયાએ 10.1 ઓવર અને 40 ઓવરની વચ્ચે 3 વિકેટ ગુમાવીને 117 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 31 બોલમાં 47 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તે આઉટ થતા જ ટીમ ઈન્ડિયા ઠંડી પડી ગઈ હતી. એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો બંધનમાં બંધાઈ ગયા છે. રોહિત, શુભમન ગિલ (4), શ્રેયસ ઐયર (4), વિરાટ કોહલી (54) અને કેએલ રાહુલના આઉટ થયા બાદ સ્કોરને 148 (28.3 ઓવર) સુધી લઈ ગયા, જ્યારે કોહલી આઉટ થયો ત્યારે ટીમ ઈન્ડિયા ભારે દબાવમાં આવી ગઈ હતી. આ પછી કાંગારૂ બોલરોએ ભારતીય બેટ્સમેનો પર જકડ જમાવી દીધી હતી.

આ પણ વાંચો: પીએમ પહોંચ્યા ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રુમમાં, શમીને આશ્વાસન આપ્યું, જાડેજા સાથે હાથ મિલાવ્યો

Back to top button