ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાએ તોડ્યો પાકિસ્તાનનો રેકોર્ડ, વેસ્ટ ઈન્ડિઝને પણ પાછળ છોડી દીધું

  • ઈંગ્લેન્ડને હરાવીને ભારતે અંગ્રેજોના સપનાને તો ચકનાચૂર કરી નાખ્યું છે, આ ઉપરાંત લગભગ 30 વર્ષ પહેલા બનાવેલા પાકિસ્તાનના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે

રાંચી, 26 ફેબ્રુઆરી: ભારતીય ટીમે રાંચીમાં ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડને હરાવીને ઘરઆંગણે 17 શ્રેણીથી જીત મેળવતી આવી છે. આ દરમિયાન ભારતીય ટીમે પાકિસ્તાનનો એક રેકોર્ડ પણ તોડી નાખ્યો છે જે તેમણે 1982 થી 1994 દરમિયાન બનાવ્યો હતો. જોકે ઓસ્ટ્રેલિયાની ટીમ આ મામલે હજુ પણ પહેલા નંબરે છે.

ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ શ્રેણી ન હારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે

હકીકતમાં, ઓસ્ટ્રેલિયાએ તેના દેશમાં સૌથી લાંબા સમય સુધી એકપણ ટેસ્ટ શ્રેણી ન હારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ 1993 થી 2008 સુધી ઘરઆંગણે એકપણ ટેસ્ટ શ્રેણીમાં હારી ન હતી. ઓસ્ટ્રેલિયા કુલ 28 સિરીઝોમાં એક સાતે જીત મેળવી હતી. આમ જોવા જઈએ તો અહીં પાકિસ્તાનનું નામ આવતું હતું. પાકિસ્તાની ટીમ 1982 થી 1994 સુધી ઘરઆંગણે એકપણ શ્રેણી હારી નથી. પરંતુ પાકિસ્તાનની આ ટીમ ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે અને ટીમ ઈન્ડિયાએ બીજા સ્થાન પર કબજો જમાવ્યો છે.

ભારતીય ટીમ ઘરઆંગણે છેલ્લી 17 ટેસ્ટ શ્રેણીમાં મેળવી જીત

ભારતીય ટીમે 4 મેચ બાદ 5 મેચની શ્રેણી 3-1થી જીતી લીધી છે. જો ભારત છેલ્લી મેચ જીતે છે તો આ આંકડો પણ 4-1 થઈ શકે છે. ભારતીય ટીમ 2013થી ઘરઆંગણે એકપણ ટેસ્ટ શ્રેણી હારી નથી. ભારતીય ટીમે છેલ્લી 17 શ્રેણીથી જીતતી આવી રહી છે. આ મુજબ ઓસ્ટ્રેલિયા પછી ભારત બીજા સ્થાને અને પાકિસ્તાન ત્રીજા સ્થાને છે. ભારતીય ટીમ પાસે હજી વધુ શ્રેણીમાં જીત મેળવવાનો મોકો છે, હવે જોવાનુંએ રહેશે કે કેટલી શ્રેણીઓમાં ભારતીય ટીમ જીત મેળવે છે.

પાકિસ્તાનની સાથે વેસ્ટ ઈન્ડિઝ પણ પાછળ છુટ્યું

પાકિસ્તાન સિવાય વેસ્ટ ઈન્ડિઝે પણ ઘરઆંગણે 16 શ્રેણીમાં જીત મેળવી હતી. 1974 થી 1994 વચ્ચે ટીમે આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ એ યુગ હતો જ્યારે વેસ્ટ ઈન્ડિઝ પાસે મજબૂત બેટ્સમેન અને ઝડપી બોલરોની મોટી ફોજ હતી. એટલે કે ભારતે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝને એક જ ઝાટકે પાછળ છોડી દીધા છે. આ પહેલા ભારતે 1987 થી 1999 સુધી 14 સીરીઝ અને 2004 થી 2012 સુધી સતત 14 સીરીઝ ના હારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે પછી ભારત આવનાર કોઈપણ ટીમ માટે ભારત સામે સિરીઝ જીતવી એ કિલ્લો જીતવા સમાન હશે.

આ પણ વાંચો: IND vs ENG: રાંચી ટેસ્ટમાં ભારતનો 5 વિકેટે વિજય, ટીમ ઈન્ડિયા સિરીઝમાં 3-1થી આગળ

Back to top button