અમદાવાદઃ (Ind vs Aus)ભારતે સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું અને ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને, હવે બંને ટીમો ફાઈનલમાં પ્રવેશી છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ આગામી 19 નવેમ્બર રવિવારે રમાશે. (Ahmedabad modi stadium)ભારતીય ટીમ ગઈકાલે અમદાવાદ પહોંચી ગઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ આજે સાંજ સુધીમાં અમદાવાદ આવી જશે. (Riverfront Cruise diner)બંને ટીમના ખેલાડીઓ સાબરમતી રિવરક્રૂઝ પર ડિનર કરશે. તે ઉપરાંત વડાપ્રધાન મોદી મેચ જોવા માટે ઉપસ્થિત રહેશે. જ્યારે ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમને પણ આ માટે આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
રિવરફ્રન્ટ કોર્પોરેશનને પણ પત્ર લખીને જાણ કરાઈ
ફાઈનલ મેચ પહેલાં બંને ટીમના કેપ્ટન સાબરમતી રિવરફ્રન્ટના અટલ ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લેશે. ત્યાર બાદ રિવરફ્રન્ટ ક્રુઝ પર ડિનર લેશે. તે પહેલાં બંને ટીમના કેપ્ટન ગુજરાતી નાસ્તો- ખમણ, ઢોકળાં ખાઈ મોજ માણશે. સુરક્ષાને લઈને સાબરમતી નદી અને રિવરફ્રન્ટ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવશે. હાલ આ મામલે રિવરફ્રન્ટ કોર્પોરેશનને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, હાલ સુરક્ષા સહિતની વ્યવસ્થા માટે મિટિંગ કરવામાં આવી રહી છે. આયોજન પ્રમાણે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ આજે અમદાવાદ આવશે
ગઈકાલે ભારતીય ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. અમદાવાદ એરપોર્ટ પહોંચતાં જ ટીમ ઇન્ડિયાનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે ત્યાંથી ભારતીય ખેલાડીઓ ITC નર્મદા હોટલ રવાના થયા હતા.આજે સાંજ સુધીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પણ અમદાવાદમાં આવી પહોંચવાની છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલાં ભારતીય અને ઓસ્ટ્રેલિયા ટીમના બન્ને કેપ્ટન અને ટીમ સાબરમતી રિવરફ્રન્ટના અટલ ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લેશે. રિવરક્રૂઝ પર બંને ટીમના કેપ્ટન ગુજરાતી નાસ્તો- ખમણ, ઢોકળાં ખાઈ મોજ માણશે.
આ પણ વાંચોઃ વર્લ્ડ કપ ફાઇનલ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોહિત-વિરાટના પરફોર્મન્સ પર સૌની નજર