કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગસ્પોર્ટસ

ટીમ ઈન્ડિયા ગુજરાતને આંગણે : માણશે અસલ કાઠિયાવાડી ભાણાનો સ્વાદ

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી,અંતિમ અને નિર્ણાયક ટી-20 મેચ ગુજરાતના રાજકોટ ખાતે રમાવા જઈ રહી છે, ત્યારે રંગીલા રાજકોટમાં અત્યારથી જ ક્રિકેટનો રંગ છવાય ચૂક્યો છે. આ મેચ માટે બંને ટીમો આજ સાંજ પહેલા રાજકોટ ખાતે આવી પહોંચશે, જ્યાં ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને શ્રીલંકા ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાવાની છે, તેવા સમાચાર મળ્યાં છે. આ ઉપરાંત હોટેલ બહાર તેમજ રસ્તા પર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને સ્વાગત સાથેના કટઆઉટસ અને વેલકમ બેનર હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. આજે ભારત અને શ્રીલંકા બંને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવશે. જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે ખાસ સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલે તડામાર તૈયારી શરુ કરી દીધી છે.

આ પણ વાંચો : શ્રીલંકા સામે અક્ષર પટેલે તોડ્યો આ રેકોર્ડ : ધોની-જાડેજાને છોડ્યા પાછળ

Indian Cricket Team - Hum Dekhenge News
ભારતીય ક્રિકેટ ટીમ

ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ખાસ કાઠીયાવાડી વાનગીઓ પીરસવામાં આવશે 

સયાજી હોટલમાં આજે ડિનર અને આવતીકાલના લંચમાં ભારતીય ખેલાડીઓને અવનવી વાનગીઓ પીરસવામાં આવશે. આજે ડિનરમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ખાસ કાઠીયાવાડી વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, દહીં તીખારી તેમજ સ્વીટમાં લાઈવ મેસુબ અને અડદિયાનો ગરમાગરમ લચકો પીરસવામાં આવશે. તે સિવાય ઇન્ડિયન મેક્સિકન તેમજ કોન્ટીનેન્ટલ ફૂડ પણ પીરસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચુક્યા છે તેમને ખાસ ગુજરાતી ખીચડી કઢી પસંદ છે માટે આ વખતે પણ તેમના માટે ખાસ ખીચડી કઢી તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Hardik Pandya and Rahul Dravid - Hum Dekhenge News
કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડ

કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડને સ્પેશિયલ રૂમ ફાળવવામાં આવશે 

હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે. જેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડને સ્પેશિયલ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવશે. આ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમની અંદર 40 MBPS ઈન્ટરનેટ સ્પીડ, જકુસી બાથ, મીટીંગ રૂમ, વન કિંગ સાઈઝ બેડ, અને સાઉન્ડ પ્રુફ રૂમ સહિતની વિશિષ્ટતાઓ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કેપ્ટન હાર્દિક પંડ્યા હોટલના જે રુમમાં રોકાશે તે રૂમ રોયલ રજવાડી થીમ પર સજવામાં આવેલ છે. જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મુકવામાં આવી છે. આ ઉપરાંત ખેલાડીઓની સુરક્ષા માટે હોટેલના તમામ કર્મચારીઓના કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યાં છે.

 Hardik Pandya and Axar Patel - Hum Dekhenge News
ભારતીય ટીમના ગુજરાતી ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ

ભારતીય ટીમમાં બે ગુજરાતીઓ

હાલની ભારતીય ટીમમાં બે ભારતીયો છે, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ, અને આ બંને ખેલાડી આવતીકાલે તેમના હોમગ્રાઉન્ડમાં રમશે.  શ્રીલંકા સામેની ત્રીજી T20ના પ્લેઈંગ ઈલેવનમાં લગભગ કોઈ ફેરફાર નહીં થાય, આ ઉપરાંત ગઈ મેચમાં જે પ્રકારે ગુજરાતના મૂળ અક્ષર પટેલે જે રીતનું પ્રદર્શન કર્યું, તેને જોતા તેનું સ્થાન નક્કી લાગી રહ્યું છે અને હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન હોવાથી સ્વાભાવિક રીતે તે પણ આવતીકાલની મેચમાં રમશે, તેથી આવતીકાલે રાજકોટ ખાતે બે ગુજરાતી ખેલાડીઓ પોતાનો જલવો દેખાડશે. આ બે ખેલાડીઓ માટે ગુજરાત તેમનું હોમગ્રાઉન્ડ હોવાથી લકી સાબિત થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી કુલ 9 મેચ રમાઇ ચુક્યા છે જેમાં 2 ટેસ્ટ, 4 ટી-20 અને 3 વનડે મેચનો સમાવેશ થાય છે ત્યારે આગામી શનિવારના રોજ 10 મી આંતરરાષ્ટ્રીય મેચ રાજકોટમાં યોજાતા રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Back to top button