ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

બાળકોને ડિસિપ્લિન શીખવાડવા હાથ ઉપાડવો જરૂરી નથીઃ અપનાવો આ ટિપ્સ

  • માતા-પિતા દરેક જીદ પુરી કરે ત્યારે બાળક વધુ જીદ્દી બનતુ જાય છે
  • જો બાળકો પર હાથ ઉપાડશો તો તેની અસર કોમળ માનસ પર પડશે
  • બાળકને લડશો તો બની શકે તેનો કોન્ફિડન્સ પણ ઘટી જાય

પેરેન્ટ્સ પોતાના બાળકોને ખુશ રાખવા માટે મોટાભાગે તેમની દરેક જીદ પુરી કરવાની કોશિશ કરતા હોય છે. આમ કરવાથી બાળક ઘણી વખત જિદ્દી થવાની સાથે ડિસિપ્લિનમાં રહેવાનું ભુલી જાય છે. ત્યારપછી માતા પિતાને ડિસિપ્લિનમાં રહેવા માટે ગુસ્સાનો અને મારનો સહારો લેવો પડે છે. જો તમે બાળક પર હાથ ઉપાડશો તો તેની અસર તેના કોમળ મન પર પડશે. ક્યારેક તમારા આ વર્તનથી ઉલટુ પણ બની શકે છે, બાળક જિદ છોડવાના બદલે કે સુધરવાના બદલે તણાવમાં ચાલ્યો જાય છે અથવા તો વધુ જિદ્દી બની જાય છે. જો તમે પણ તમારા બાળકને લઇને આ પ્રકારની સમસ્યાથી પરેશાન હો તો આ સરળ ઉપાય તમારી મદદ કરી શકે છે.

બાળકોને ડિસિપ્લિન શીખવવા માટે હાથ ઉપાડવો જરૂરી નથીઃ અપનાવો આ ટિપ્સ hum dekhenge news

બાળકો પર થયેલા અભ્યાસમાં એ વાત જાણવા મળી છે કે જે બાળકોની સાથે માતા-પિતા વધુ કડકાઇ ભરેલુ વલણ કરે છે તેનો કોન્ફિડન્સ ઘટવા લાગે છે અથવા તો તે ડિપ્રેશનનો શિકાર બની જાય છે. આવા સંજોગોમાં બાળકને લડ્યા કે માર્યા વગર ડિસિપ્લિન શીખવી શકાય છે.

જીદ્દને કરો નજરઅંદાજ

બાળકોને ડિસિપ્લિન્ડ બનાવવા માટે ઘણી વખત તેમની જીદને નજરઅંદાજ પણ કરવી પડે છે. જો તમારુ બાળક જમવાની થોડી વાર પહેલા ચોકલેટ, બિસ્કિટ કે ચિપ્સ જેવી વસ્તુઓની ડિમાન્ડ કરવા લાગે તો તેની જીદ્દને નજરઅંદાજ કરો.

પ્રતિક્રિયા ન આપો

ઘણી વખત પેરેન્ટ્સને નારાજ જોઇને બાળકો નકારાત્મક પ્રતિક્રિયા આપતા તેમની મજાક ઉડાવવા લાગે છે. આવા સંજોગોમાં સૌથી પહેલા તો તેમની કોઇ વાત પર કોઇ પ્રતિક્રિયા ન આપો. ત્યારબાદ પણ જો તમારા બાળકના વર્તનમાં કોઇ સુધારો ન આવે તો તેને ચેતવણી આપો.

બાળકોને ડિસિપ્લિન શીખવવા માટે હાથ ઉપાડવો જરૂરી નથીઃ અપનાવો આ ટિપ્સ hum dekhenge news

પસંદગીની વસ્તુઓ પાછી લઇ લો

જો તમારુ બાળક ખાલી ખાલી નવા રમકડાની જીદ કરી રહ્યુ હોય તો તેમના પસંદગીના રમકડા પાછા માંગી લો. તેની ફેવરિટ વસ્તુઓને કદાચ બીજી વસ્તુઓના બદલે લેવી બાળકો નહીં સ્વીકારે. આ રીત દરેક ઉંમરના બાળકોના વ્યવહાર સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન કરવામાં ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

બાળકોની નકલ કરો

તમને આ વાત સાંભળવામાં અજીબ લાગી શકે છે, પરંતુ આ ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જ્યારે પણ તમારુ બાળક જીદ કરે અથવા કોઇ નખરા બતાવે તો તમે તેની વાત ન માનો. સૌથી પહેલા તેને તમારી વાત માનવા માટે કહો.

સારા વર્તનની પ્રશંસા કરો

બાળકોના સારા વર્તન કે સારી આદતોના વખાણ કરવાનું ન ભુલો. આ કારણે તેમનો આત્મવિશ્વાસ વધશે અને તેમના ખરાબ વર્તનમાં પણ સુધારો આવશે.

આ પણ વાંચોઃ બુદ્ધ પુર્ણિમાના દિવસે જરૂર કરો આ ઉપાયઃ તમામ કષ્ટો થશે દુર

Back to top button