ગુજરાત

ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેકની ઘટનાઓ બનતાં શિક્ષકોએ હવે CPRની તાલીમ લેવી પડશે

Text To Speech

ગાંધીનગરઃ (Gujarat)ગુજરાતમાં યુવાનો અને બાળકોમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. (Heart Attack)સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવવાના કિસ્સા રાજ્યમાં નોંધાઈ ચૂક્યા છે. ત્યારે હવે પોલીસની જેમ શિક્ષકોને પણ 15 દિવસ CPRની તાલીમ આપવામાં આવશે.(teacher Get Cpr training) ગુજરાતના શિક્ષણ વિભાગે પ્રાથમિક તબક્કે દોઢ લાખથી વધુ શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવા માટે મેગા કેમ્પનું આયોજન કર્યું છે. (cpr mega camp)જેમાં ત્રણ ડિસેમ્બરથી 17 ડિસેમ્બર સુધી આ તાલીમ કેમ્પ યોજવામાં આવશે.

સીપીઆરની તાલીમ માટે શિક્ષકોની પસંદગી કરાશે
આ કેમ્પમાં જે શિક્ષક તાલીમ લઈને તૈયાર થશે તે હાર્ટ એટેક જેવા કેસોમાં સીપીઆર આપવા માટે મદદરૂપ થઈ શકશે. રાજ્યમાં પોલીસ જવાનોને સીપીઆરની તાલિમ આપવામાં આવી હતી. ત્યાર બાદ જાહેર માર્ગ પર કોઈ વ્યક્તિને એટેક જેવી સ્થિતિ ઉદ્ભવે તો પોલીસ જવાનો સીપીઆર આપીને તેનું જીવન બચાવી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેથી સ્કૂલો અને કોલેજોમાં પણ હવે સીપીઆરની તાલિમ માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવશે.

રાજ્યની 37 કોલેજોની પસંદગી કરવામાં આવી
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ મેગા કેમ્પના આયોજન માટે રાજ્યની 37 કોલેજોની પસંદગી કરવામાં આવી છે. આ કેમ્પમાં પ્રથમ તબક્કામાં 1.70 લાખ પ્રાથમિક શિક્ષકો અને સાત હજારથી વધુ આચાર્યોને સીપીઆરની તાલીમ આપવામાં આવશે. ત્યાર બાદ માધ્યમિક વિભાગના શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. જેના કારણે સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવે તો પ્રાથમિક તબક્કે સીપીઆર આપી શકાય.

સીપીઆર શું છે અને કેમ આપવામાં આવે છે?
કોઈપણ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક જેવું જોખમ થાય અને તે અચાનક ઢળી પડે તો તાત્કાલિક તેને સીપીઆર આપવાથી તેની જીંદગી બચી શકે છે. સીપીઆર (CPR) એટલે કાર્ડિયો પલ્મોનરી રીસસીટૌશન(Cardiopulmonary Resuscitation) જેમાં બેભાન થયેલા દર્દીની છાતી પર દબાણ આપવામાં આવે છે અને સાથે જ મોંઢા દ્વારા કૃત્રિમ શ્વાસ પણ આપવામાં આવે છે. ઘણી વખત હાર્ટ અટેક વખતે અને શ્વાસ ન આવે એ વખતે દર્દી પર સીપીઆરનો (CPR)પ્રયોગ કરવાથી એમનો જીવ બચાવી શકાય છે.

Back to top button