ટ્રેન્ડિંગમનોરંજન

ટીચર્સ અને વિદ્યાર્થીઓના સંબંધ પર બેસ્ડ ફિલ્મો, બોન્ડ જોઈને થઈ જશો ઈમોશનલ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 5 સપ્ટેમ્બર : સમાજમાં શિક્ષકોના યોગદાનને માન આપવા દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે જેઓ ફિલોસોફર, લેખક અને ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ ખૂબ જ ખાસ છે. શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને જીવનમાં સફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને બોલીવુડે તેની ઘણી ફિલ્મોમાં આ સંબંધને ખૂબ સારી રીતે દર્શાવ્યો છે. ગુરુ અને શિષ્યના સંબંધો પર ઘણી હિટ ફિલ્મો બની છે.

સુપર 30 (2019):

આ ફિલ્મ આનંદ કુમારના જીવન પર આધારિત છે જે ગણિતશાસ્ત્રી છે અને ગરીબ વિદ્યાર્થીઓ માટે મફત કોચિંગ સંસ્થા ચલાવે છે. આ ફિલ્મમાં હૃતિક રોશન આનંદ કુમારની ભૂમિકામાં છે અને ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને પંકજ ત્રિપાઠી પણ છે.

તારે જમીન પર (2007):
આ ફિલ્મ એક ડિસ્લેક્સિક બાળકની વાર્તા કહે છે જેને તેના આર્ટ ટીચર તેની શીખવાની મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે. આમિર ખાને આ ફિલ્મનું દિગ્દર્શન અને અભિનય કર્યો છે, જેમાં દર્શિલ સફારી અને ટિસ્કા ચોપરા પણ છે.

પાઠશાળા (2010):
શાહિદ કપૂર, નાના પાટેકર અને આયેશા ટાકિયાની શાનદાર ફિલ્મ ‘પાઠશાલા’ શિક્ષક અને વિદ્યાર્થીના ખાસ બંધન પર આધારિત છે. ફિલ્મમાં જ્યારે શાહિદ સ્કૂલ મેનેજમેન્ટની વિરુદ્ધ જાય છે અને બાળકોને મદદ કરે છે.

હિચકી (2018):
આ ફિલ્મમાં રાની મુખર્જીએ ટોરેટ સિન્ડ્રોમથી પીડિત શિક્ષકની ભૂમિકા ભજવી હતી જે ગરીબ બાળકોને ભણાવવાનું નક્કી કરે છે. આ ફિલ્મને વિવેચકો અને દર્શકો બંને તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

બ્લેક (2005):
આ ફિલ્મ એક અંધ અને બહેરી છોકરી અને તેના શિક્ષક વચ્ચેના સંબંધ પર આધારિત છે જે તેને તેની વિકલાંગતાના અવરોધોને તોડવામાં મદદ કરે છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રાની મુખર્જી અને અમિતાભ બચ્ચન છે.

ઇકબાલ (2001):
આ ફિલ્મ એક બહેરા અને મૂંગા છોકરા ક્રિકેટર અને તેના ગુરુ પર આધારિત છે જે તેને જીવનમાં સફળ થવામાં મદદ કરે છે. ફિલ્મમાં, નસીરુદ્દીન શાહ એક ગુરુની ભૂમિકા ભજવે છે જે ઇકબાલને ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાના સપના પૂરા કરવામાં માર્ગદર્શન આપે છે.

 

આ પણ વાંચો : ગુજરાત: ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા

Back to top button