ટ્રેન્ડિંગનેશનલમીડિયાવીડિયો સ્ટોરી

દારૂનો ગ્લાસ માથા પર મૂકીને નાચ્યા શિક્ષક, હાથમાંથી ગઈ નોકરી; જુઓ વીડિયો

Text To Speech

ઉત્તર પ્રદેશ, 7 ફેબ્રુઆરી 2025 : ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક પાર્ટીમાં માથા પર દારૂનો ગ્લાસ મૂકીને મિત્રો સાથે ડાન્સ કરનારા શિક્ષકને બીએસએએ સસ્પેન્ડ કરી દીધાં છે.

શિક્ષક પર કાર્યવાહી

મલકપુરની કમ્પોઝિટ સ્કૂલમાં તૈનાત શિક્ષક સુનીલ કુમારનો માથા પર દારૂનો ગ્લાસ મૂકીને ડાન્સ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલાની યોગ્ય તપાસ બાદ બીએસએએ કાર્યવાહી કરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

વીડિયોમાં શું છે?
બે અઠવાડિયા પહેલા એક શિક્ષકનો દારૂ પાર્ટીમાં ગ્લાસ માથા પર મૂકીને ડાન્સ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે એક પાર્ટીમાં દારૂ પાર્ટી કરવા દરમિયાન માથા પર દારૂનો ગ્લાસ મૂકીને ડાન્સ કરી રહ્યાં હતાં. જેની અમુક લોકોએ ફરિયાદ બીએસએ રિતુ તોમરથી કરી હતી. તપાસ પછી જાણવા મળ્યું હતું કે ગામ મલકપુર સ્થિત કમ્પોઝિટ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુનીલ કુમાર એક પ્રાઈવેટ પાર્ટીમાં દારૂનો ગ્લાસ માથા પર મૂકીને ડાન્સ કરી રહ્યાં છે. જેને વિભાગે અનૈતિક અને એક શિક્ષકની જવાબદારી વિરુદ્ધ માન્યું. બીએસએ રિતુ તોમરે જણાવ્યું કે તપાસ પછી આ શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયા છે.

આ પણ વાંચો : ખબર પડી ગઈ! બરમુડા ટ્રાએંગલનું રહસ્ય ઉકેલાયું, જાણો શું શું થયું છે ગુમ?

Back to top button