યૌન શોષણના દોષિત શિક્ષકને 6 વર્ષની સજા, કોર્ટે 10 હજારનો દંડ ફટકાર્યો
આસામના ચિરાંગ જિલ્લામાં એક વિદ્યાર્થીનીના યૌન શોષણના કેસમાં કોર્ટે શિક્ષકને દોષિત ઠેરવ્યો છે. કોર્ટે શિક્ષકને 6 વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે દોષિત શિક્ષક પર 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. શિક્ષક પર આરોપ છે કે, ગત વર્ષે શિક્ષકે સગીર બાળકી સાથે રેપ કર્યો હતો. આ માટે જિલ્લા અદાલતે સજાની જાહેરાત કરી છે.
પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો
આ ઘટના બાદ પીડિત બાળકીના પરિવારજનોએ આ વર્ષે ફેબ્રુઆરીમાં આરોપી શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સંબંધીઓની ફરિયાદ બાદ બિજની પોલીસ સ્ટેશનમાં IPC અને POCSO એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
એડવોકેટ પ્રબીન દેબ રોયે કહ્યું કે, એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અને સ્પેશિયલ જજ (POCSO) કોર્ટે જાતીય શોષણના કેસમાં અંતિમ ચુકાદો આપ્યો. બિજની પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. વકીલે કહ્યું કે, કોર્ટે દોષિત સંજીબ કુમાર રેનને છ વર્ષની જેલની સજા ફટકારી છે અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ચુકવવામાં નહીં આવે તો તેને POCSO એક્ટની કલમ 10 હેઠળ વધુ છ મહિનાની સાદી કેદની સજા ભોગવવી પડશે.