બાળકોને શીખવો પૈસા બચાવવાનું હુનરઃ આ છે બેસ્ટ સેવિંગ ટિપ્સ
- આડેધડ ખર્ચા કરતા લોકો બાળપણમાં બચતના પાઠ ભણ્યા હોતા નથી
- બાળકોને ઇચ્છા અને જરૂરિયાત વચ્ચેનો ફર્ક સમજાવો
- બાળકોને શીખવેલી સેવિંગ ટિપ તેમને લાઇફટાઇમ કામ લાગશે
મોંઘવારીના આ જમાનામાં પૈસા બચાવવાની આદત હોવી ખૂબ જરૂરી છે. ઘણા લોકો આડેધડ બેફામ ખર્ચા કરતા હોય છે. જો તમે પેરેન્ટ્સ છો તો તમારા બાળકોને જિંદગી યોગ્ય રીતે જીવવાનું શીખવી શકો છો. તમારે બાળકોને પૈસાનું મહત્ત્વ શીખવવુ જોઇએ. જો તમે તમારા બાળકોમાં બાળપણથી જ મની સેવિંગની આદત પાડશો તો તેઓ લાઇફટાઇમ તમને યાદ કરશે અને તેને જિંદગીભર તે યાદ આવશે. ફાલતુ વસ્તુઓ પર પૈસા ખર્ચવાની કોઇ જરૂર હોતી જ નથી. તેના બદલે પૈસા બચાવીને જરૂરિયાતની વસ્તુઓ ખરીદતા શીખવો. બાળકોમાં સેવિંગની આદત ખૂબ જરૂરી છે.
ઇચ્છા અને જરૂરિયાતમાં અંતર
તમે તમારા બાળકોને શીખવો કે ઇચ્છા અને જરૂરિયાત વચ્ચે થોડો ફર્ક હોય છે. આ રીતે બાળકો સમજી શકશે કે તેમને કઇ વસ્તુની જરૂર છે. કઇ વસ્તુ વિના કામ ચાલી શકે છે. જો તેઓ આ અંતર સમજી જશે તો તમારુ સેવિંગ્સ જાતે જ થઇ જશે.
કમાવાનો મોકો આપો
બાળકોને મહેનત કરતા અને તેની કદર કરતા શીખવો. તમે તેને સમજાવો કે કોઇ પણ કામ નાનુ કે મોટુ હોતુ નથી. તમારે બાળકોને મહેનત કરવાનો મોકો આપવો જોઇએ. તેનાથી બાળકો પ્રેક્ટિકલ બને છે અને જાતે પોતાના પગ પર ઉભા રહેતા શીખે છે.
ઇનામ આપવુ પણ છે જરૂરી
જો તમારુ બાળક થોડા થોડા પૈસા ભેગા કરીને મોટુ સેવિંગ કરવાની કોશિશ કરે છે તો તેને ઇનામ જરૂર આપો. તમે તેમના વખાણ કરી શકો છો. તેથી બાળકોને લાગશે કે તે યોગ્ય રસ્તા પર ચાલી રહ્યુ છે અને યોગ્ય રીતે પૈસા મેનેજ કરી રહ્યુ છે.
ભુલ કરીને પણ શીખે છે બાળકો
બાળકોથી ભુલ થાય છે. આ માટે તેમને સજા ન આપો. નહીં તો તેઓ નવી નવી વસ્તુઓ શીખવાથી ડરવા લાગશે. તેઓ તેમના પૈસાનો ઉપયોગ ક્યાં કરે છે તેની જાણકારી તમારે આપવી પડશે.
આ પણ વાંચોઃ તમને પણ વેબસિરીઝનો ચસ્કો છે? તો મફતમાં ડાઉનલોડ કરો આ APPS