- 6 મહિનામાં સતત બીજીવાર ભાવ વધારો
- 1લી એપ્રિલથી સમગ્ર ગુજરાતમાં નવા ભાવ લાગુ પડશે
- દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારો થવાથી ભાવમાં વધારો કરાયો
આજથી તમારી ચા સ્વાદ બનશે કડવી, અમુલ ડેરીએ માર્કેટમાં વેચાતા દૂધના પાઉચના ભાવમાં વધારો ઝીંક્યો છે. આ નવા ભાવ વધારાના પરિણામે દુધની થેલી અને અલગ અલગ બ્રાન્ડના ભાવમાં ફરક આવ્યો છે.
આ પણ વાંચો : IPL 2023 GT vs CSK : ગુજરાતની વિજયી શરૂઆત, ધોનીના ધુરંધરોને 5 વિકેટે હરાવ્યા
શાકભાજી, ખાદ્ય તેલ બાદ હવે અમૂલ બ્રાન્ડના દૂધની વિવિધ વેરાઈટીઓમાં પ્રતિલિટરે 2 રુપીયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલે 6 મહિનામાં આ બીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. અમૂલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એ ટુ ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની દરેક બ્રાન્ડમાં પ્રતિલિટરે 2 રુપિયાનો વધરો કરાયો છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ભરુચ, સૌરાષ્ટ્ર. કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા-આણંદ, નર્મદા સહિતના સમગ્ર રાજ્યમાં 1લી એપ્રિલેથી ભાવ વધારો લાગુ થશે.
બ્રાન્ડ |
જૂનો ભાવ (રૂ. / 500 મિલી) | નવો ભાવ (રૂ. / 500 મિલી) |
અમૂલ ગોલ્ડ |
31 |
32 |
અમૂલ શક્તિ |
28 |
29 |
અમૂલ બફેલો |
32 |
34 |
અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમ | 22 |
23 |
અમૂલ ટી સ્પેશિયલ |
29 |
30 |
અમૂલ તાજા |
25 |
26 |
અમૂલ કાઉ મિલ્ક | 26 |
27 |
અમૂલ ચા મઝા | 25 |
26 |
એટુ કાઉ મિલ્ક | 31 |
32 |
એક તરફ પેટ્રોલ, ગેસ, શાકભાજી, ખાદ્યતેલના ભાવો આસમાને છે. ત્યારે દૂધના ભાવોમાં વધારાને લઈને ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ છે. ભાવ વધારા અંગે ફેડરશને કહ્યું હતું કે દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારો, પશુઆહારના રો-મટીરિયલ મોંધુ થતા તેમજ ઇંધણના ભાવવધારાને કારણે પરિવહન મોધું બનતા આ ભાવ વધારો કરાયો છે