અમદાવાદ: વહેલી સવારથી ટેક્સી ચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર, ભૂખ હડતાળ પર પણ ઉતારવાની ચીમકી
અમદાવાદ 25 જુલાઈ 2024 : આજે અમદાવાદમાં અનેક જગ્યાએ વહેલી સવારથી જ ટેક્સી ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી રીક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો મોંઘવારીમાં આર્થિક રીતે સર્વાઇવ કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. જે ટેક્સી ચાલકો ઓલા, ઉબર અને રેપીડો સાથે જોડાયેલા નથી તે લોકોની આવક ઉપર ઘણી અસર થઈ જ્યારે જે લોકો ઓલા, ઉબર, રેપીડો સાથે જોડાયેલા છે તેમને સરકારના નિયમ મુજબ મુસાફરીનો યોગ્ય ભાવ મળતો નથી ત્યારે આજે શહેરનાં ટેક્સી ચાલકોની શું માંગણી છે જાણીએ વિગતવાર સાથે સરકાર આ અંગે નિર્ણય કરશે એ જોવાનું રહ્યું!!
અમદાવાદની હજારો ટેક્સીનાં પૈડાં આજે થંભી ગયાં
આજે વહેલી સવારથી ટેક્સી ચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. સાથે તેઓએ ભૂખ હડતાળ પર પણ ઉતારવાની ચીમકી સરકારને આપી છે. ત્યારે અમદાવાદ ટેક્સી ચાલક યુનિયનમાંથી વૈભવ રાવલ એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવે છે કે આજે હજારો ટેક્સીના પૈડા થંભી ગયા છે. ગાંધીમાર્ગે આંદોલનમાં શહેરના હજારો ટેક્સી ડ્રાઇવરો અમારી સાથે આજે જોડાયા છે. ત્યારે તેમણે માંગ કરતા કહ્યું હતું કે સફેદ નંબર પ્લેટવાળા અનઅધિકૃત એગ્રીગેટર કંપનીના ટુ વ્હીલર બંધ કરવામાં આવે સાથે ઉબેર, ઓલા અને રેપિડો કંપની દ્વારા આરટીઓનાં નિયમ મુજબ ભાડું નથી મળી રહ્યું જે મુજબ સરકાર કોઈ યોગ્ય ભાડું ટેક્ષી ચાલકોને પોતાનું ગુજરાન ચલાવવા મળી રહે તેની વ્યવસ્થા થાય તેવી યોજના લાવે,
View this post on Instagram
રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર આવતા મુસાફરોને હાલાકી
શહેર ટેક્સી ચાલક યુનિયનમાંથી પ્રતીક ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે સાંજ સુધીમાં સરકાર કોઈ ચોક્કસ નિર્ણય નહીં લેતો આંદોલન લંબાવાશે ત્યારે મહત્વનો સવાલ એ બની જાય છે કે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો મળશે તો તેની જવાબદારી કોણ લેશે? જેને ગંભીતાપૂર્વક સરકારે અને ટેક્સી ચાલકોએ મધ્યસ્થી કરી સમસ્યાનું સમાધાન લાવવું જરૂરી છે.
આ પણ વાંચો : અમદાવાદઃ સીમા પટેલના પેઈન્ટિંગ શોમાં ઓડિયો ગાઈડ સાથે સ્ત્રીની વેદના વ્યક્ત કરાઈ