જીએસટી વિભાગે રાજ્યના સાત જિલ્લામાં દરોડા પાડી 8 કરોડની કરચોરીનો પર્દાફાશ કર્યો
- 52 ધંધાકીય સ્થળો પર GST વિભાગના દરોડા
- 8 કરોડના બિન હિસાબી વ્યવહારો સામે આવ્યા
- ચુકવવા પાત્ર વેરો ન ભરતા કરાઈ કાર્યવાહી
ગુજરાતનાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગે રાજ્યના સાત જિલ્લામાં દરોડા પાડ્યા હતા. સુરત, વડોદરા, ડાંગ, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા તથા રાજકોટ મળીને કુલ સાત જિલ્લાના 23 જેટલા વેપારીઓના 52 ઠેકાણાં પર રેડ પાડી હતી. આ દરોડામાં કાર્યવાહી કરતાં કુલ 8 કરોડની કરચોરી થયાનું બહાર આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિરામિક્સ, સ્ક્રેપ, મોબાઇલ ફોન, કોસ્મેટિક આઇટમ્સ, નાસ્તા, હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ, ટૂર ઓપરેટરો, કોચિંગ ક્લાસ અને પ્રિન્ટિંગ સેવાઓ સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સામે કાર્યવાહી કરી હતી.
કાર્યવાહીમાં બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા
દરોડા પાડતા બિન હિસાબી વ્યવહારોને મળી આવ્યા હતા. સુરતના ચૌટાબજાર, ચોકબજાર સહિત 20 સ્થળો પર કાર્યવાહી કરાઈ હતી. જ્યારે ડાંગ જિલ્લાના વડોદરાના દાંડીયા બજાર, કારેલીબાગના 15,ડાંગ જિલ્લાના સાપુતારા તથા ભાવનગરના ગોગાસર્કલના 5-5 તથા ગાંધીનગર સેકટર-21 તથા મહેસાણાના રાધનપુર રોડના 3-3 અને રાજકોટના જસદણના એક વેપારી સહિત 23 વેપારીઓના કુલ 52 ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી. આ તમામ ઠેકાણાં પરથી બિન વારસી હિસાબોને લગતા દસ્તાવેજી પુરાવા પણ જપ્ત કરાયા છે. જેમાં કુલ 8 કરોડની કરચોરીનો પર્દાફાશ થયો છે.
8 કરોડની કરચોરી આચરી હોવાનું સામે આવ્યું
વેપારીઓ સમયસર વેરાની ચુકવવા પાત્ર રકમ ભરતા ન હોવાથી જીએસટી વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં હિસાબોમાં ગડબડ સામે આવતા અત્યાર સુધી 8 કરોડ 10 લાખની કરચોરી આચરી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં વધુ કરચોરી થઇ હોવાનું અને આ વેપારીઓ સાથે સંડોવાયેલા અન્ય લોકોની કારીગરી પણ છતી થાય તેવી સંભાવના અધિકારીઓ જોઇ રહ્યા છે.
આ પણ વાંચો: AAPના નેતાઓ EDના રડાર પર, અમાનતુલ્લા ખાનના ઘરે પાડયા દરોડા