- અધિકારીઓ વીડિયો કોલ કરે તો ફોન ઉપાડવા આદેશ
- કર્મચારીઓ સ્થળ પર હાજર છે કે નહી તે ચેક કરાશે
- કોલ નહી ઉપાડે તો કર્મચારી ગેરહાજર ગણાશે
મોરબી જીલ્લા પંચાયતના ગુલ્લીબાજ કર્મચારીઓ પર બાજ નજર રાખવા માટે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પરીપત્ર કરીને નવા પ્રયોગની આજથી જ શરૂઆત કરવામાં આવી છે. જેમાં કોઈ પણ કર્મચારીને અચાનક જ ફોન કરીને તે ક્યાં છે અને કયું કામ કરે છે તે જે કહે છે. એ સાચું છે કે ખોટું તેમજ ચાલતા કામ અંગે અપડેટ પણ લઇ શકાય એ મુજબની તૈયારી કરવામાં આવી છે. જે બાબતે આજે જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેર પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો, વહીવટી તંત્ર સજ્જ
પરિપત્ર આજથી અમલી બનાવવામાં આવ્યો
મોરબી જીલ્લા પંચાયતના જુદા જુદા કર્મચારીઓ અને અધિકારીઓ જ્યાં કહે છે ત્યાં હોતા નથી. આ પ્રકારની અનેક ફરિયાદો ઉઠતી હોય છે. અનેક ગામમાં તલાટીઓ પણ પહોચતા ના હોવાની ફરિયાદો પણ આવતી હોય છે. આથી આવી ફરિયાદો ઓછી થાય અને કર્મચારીઓ અને અધિકારીઓ સાચું બોલતા થાય એવા આશય સાથે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા એક પરિપત્ર આજથી અમલી બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી સાધન સહાય માટેની સબસીડી મેળવવા ખેડૂતોને ધરમ ધક્કા
તમામ કર્મચારીઓ અને અધિકારીઓને બે નંબર આપવામાં આવ્યા
જે અંતર્ગત તમામ કર્મચારીઓ અને અધિકારીઓને બે નંબર આપવામાં આવ્યા છે. જે નંબર પરથી તેમને ગમે ત્યારે અચાનક જ ફોન આવી શકે છે પહેલા તેઓ ક્યાં છે એ જાણવામાં આવશે. બાદમાં તેમને વીડિયો કોલ કરીને તેઓ ખરેખર ત્યાં જ છે કે કેમ એ ચકાસણી કરવામાં આવશે. આમ થવાથી કામના સ્થળની જીલ્લા પંચાયત કચેરીએ બેઠા બેઠા જ ચકાસણી પણ થઇ જશે. તેમજ અધિકારી કે કચારીઓ ખોટુ બોલે તો પણ પકડાઈ જશે. આજથી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા આ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. જેના લીધે હવે ખોટુ બોલીને ગુલ્લી મારતા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર બાજ નજર પણ રહેશે. અને જીલ્લા પંચાયત દ્વારા ચાલતા કામોની ચકાસણી પણ થઇ જશે.