ઇસ્કોન બ્રિજ અક્સમાત: તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને હજી જેલમાં જ રહેવું પડશે, જાણો કારણ
અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને હજુ પણ જેલમાંજ દિવસો કાઢવા પડશે. પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ આ મામલે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ ન થતાં અરજી પર મુદ્દત પડી છે. જેથી હવે આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી પ્રજ્ઞેશ પટેલે જેલમાં જ રહેવું પડશે.
પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર મુદ્દત પડી
ઇસ્કોન બ્રિજ દુર્ઘટનામાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર મુદ્દત પડી છે. આજે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ ન થતાં જામીન અરજી પર મુદ્દત પડી છે.જેથી હવે આગામી 3 ઓગષ્ટે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી થશે.ત્યાં સુધી તેને જેલમાં જ રહેવું પડશે.
આ પણ વાંચો : રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ખાબકશે મેઘો
અકસ્માત બાદ પુત્રને ભગાડી હોસ્પિટલ લઈ ગયો હતો પ્રજ્ઞેશ પટેલ
ઇસ્કોન દુર્ઘટના બાદ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ પુત્રને ભગાડી હોસ્પિટલ લઈ ગયા હતા. તેમજ તેને ખોટુ બોલી હોસ્પિટલમાં પુત્રની સારવાર કરાવી હતી. જે બાદ પોલીસે પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ પણ ગુનો નોંધી અટકાયત કરી હતી.
તથ્ય પટેલ સામે 1700 પાનાની ચાર્જશીટ થઈ દાખલ
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા માટે ઉભા રહેલા લોકોમાંથી 9 વ્યક્તિઓને જેગુઆર કારથી કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલની ચાર્જશીટ ફાઈલ કરી દેવામાં આવી છે. અને તથ્યને કોર્ટે જેલ હવાલે કર્યો છે. તથ્ય પટેલ સામે 1700 પાનાની ચાર્જશીટ દાખલ થઈ છે.
આ પણ વાંચો : નર્મદા : MLA ચૈતર વસાવાએ મનરેગાના કામોમાં કરોડોના ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ