તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે જામીન માટે કરી અરજી,અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરતા આવતીકાલે સુનાવણી
- તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે જામીન માટે કરી અરજી
- અમદાવાદ ગ્રામ્યકોર્ટમાં પ્રજ્ઞેશ પટેલે જામીન અરજી દાખલ કરી
- આવતીકાલે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી
રાજ્યભરમાં ચર્ચિત ઈસ્કોન બ્રીજ અકસ્માતમાં આજે તથ્ય પટેલ સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.જે બાદ આ કેસને લઈ વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. જેમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે જામીન માટે અરજી કરી હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ ગ્રામ્યકોર્ટમાં પ્રજ્ઞેશ પટેલે જામીન અરજી દાખલ કરી છે.તો બીજી તરફ તથ્ય પટેલ સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરવા માટે પોલીસે પણ ઘણા પુરાવાઓ એકત્ર કર્યા છે. પોલીસ દ્વારા આરોપી તથ્ય પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 50થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે.
પ્રજ્ઞેશ પટેલે જામીન માટે અરજી કરી
પ્રાપ્ત વિગતો અનુસાર,ઇસ્કોન બ્રિજ અક્માત કેસ મામલે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે જામીન માટે અરજી કરી છે.અમદાવાદ ગ્રામ્યકોર્ટમાં પ્રજ્ઞેશ પટેલે જામીન અરજી દાખલ કરી છે. જે મામલે આવતીકાલે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે.મહત્વનું છે કે,આરોપી તથ્ય સાથે તેના પિતાને પણ જેલહવાલે કરાયા હતા.જો કે, ધરપકડ બાદ તથ્ય પટેલે તો નહિ પરંતુ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા જેલમાંથી છૂટવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : આગામી 24 કલાક માટે તૈયાર રહેજો ! આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
1700 પેજની ચાર્જશીટ કરાઈ છે તૈયાર
પોલીસે ઈસ્કોન અકસ્માત કેસમાં કલમ 308 પણ દાખલ કરી છે.ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ પોલીસ કોર્ટમાં આજે ચાર્જશીટ દાખલ કરવામા આવી છે. તથ્ય પટેલ સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં આરોપી તથ્ય પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 50થી વધુ લોકોના નિવેદનનો સમાવેશ કરાયો છે. તે સિવાય ચાર્જશીટમાં FSLના રિપોર્ટ, બાઈક સવારે લીધેલા વીડિયોના આધારે તૈયાર કરાયેલો સ્પીડ રિપોર્ટ, જગુઆર કારનો ટેક્નિકલ અને સ્પોટ રિપોર્ટ સાથે જ તથ્યના ડીએનએ સહિતના વિવિધ રિપોર્ટ જોડવામાં આવ્યા છે. જેગુઆર કારનો UKથી પણ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અને તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઆ સાથે IPCની કલમ 308 (મનુષ્યવધ) ઉમેરવાની મંજૂરી મળતા તેનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. હવે આ કેસ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.
આ પણ વાંચો : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: તથ્ય સામે આજે કોર્ટમાં 5000 પાનાની ચાર્જશીટ કરાશે રજૂ