ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલના પિતા અને વકિલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા. જ્યારે 15થી 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. અકસ્માતમાં 9 લોકોના જીવ લેનાર નબીરાની ઓળખ થઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જો છે. અમદાવાદના આ ચકચારી ઘટનામાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ અને વકીલના નિવેદનો પણ સામે આવ્યા છે.આ સમાચાર સાંભળ્યા બાદ મૃતકોના પરિવારજનોના આંસુ સુકાતા નથી તો બીજીબાજુ જેગુઆર કાર ચાલકના પિતા નબીરા તથ્ય પટેલને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

જાણો તથ્ય પટેલના પિતાએ શું કહ્યું ?

અકસ્માત કરનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે બચાવ કરતા જણાવ્યુ કે, અમે સામેથી જ પોલીસને ફોન કરીને આ અકસ્માતની જાણ કરી હતી.તેઓએ કહ્યું છે કે કાયદાકીય રીતે જે થતું હશે તે કરવામાં આવશે. કાર અમારા ભાગીદારના નામે નોંધાયેલી છે. અને તથ્ય પાસે ડ્રાઈવિંગ લાયસન્સ છે.

નબીરાના પિતા પ્રજ્ઞેશ પટેલે મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યુ કે હતું કે,’ મને કાંઇ ખબર નથી કે, રાતે શું થયુ. પણ મને રાતે ફોન આવ્યો કે, આવો અકસ્માત થયો છે. જેથી હું ત્યાં ગયો. અને ત્યાં જઇને જોયું તો ત્યાં ઘણા જ માણસો હતા અને દીકરો ઘણો લોહીલુહાણ હતો. એટલે તેને હુ કારમાં બેસાડીને નીકળી ગયો અને ત્યાંથી જ પોલીસને ફોન કર્યો કે, મારા દીકરાથી એક અકસ્માત થયો છે,જેથી હું એને લઇને સિમ્સ હોસ્પિટલ જાવ છું હું ત્યાંથી ભાગી નથી જવાનો. અને તમારે ત્યાં આવવું હોય તો આવજો”.

વધુમાં પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતુ કે “તથ્ય રાતે પોતાના મિત્રો સાથે કેફેમાં ગયો હતો, અને તેની ગાડીમાં ત્રણથી ચાર છોકરો અને છોકરીઓ પણ હતી. તે બધા પણ પોલીસ સામે આવીને નિવેદન આપવા માટે તૈયાર છે”

જાણો તથ્ય પટેલના વકિલે શું કહ્યું

અકસ્માતની ઘટના બાદ તથ્ય પટેલના વકિલનું નિવેદન સામે આવ્યું છે જેમાં વકીલે તથ્યનો બચાવ કરતા કહ્યું કે “અકસ્માત એ અજાણતા થયેલો ગુનો છે, ગાડીની ઓવરસ્પીડ નહતી. રસ્તાની વચ્ચે થાર અને ડમ્પર ઊંભું હતું તેના કારણે અકસ્માત થયો હતો”.઼

આ  પણ વાંચો : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત: કંપારી છોડાવી દેનારી ઘટનાનો લાઇવ વીડિયો આવ્યો સામે

Back to top button