- તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થશે
- સિંધુભવન અકસ્માત કેસમાં ધરપકડ કરાશે
- તથ્યએ બેફામ કાર હંકારી કર્યો હતો અકસ્માત
અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કે જે ઠેર-ઠેર ચર્ચાનો વિષય બન્યો હતો. જેમાં તથ્ય પટેલે બેફામ ગાડી હંકારીને 10 નિર્દોષોના જીવ લીધા છે. તે તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તથ્ય પટેલની હવે પોલીસ સિંધુભવન રોડ પર અકસ્માત કેસમાં ધરપકડ કરશે. પોલીસ સોમવારે તથ્ય પટેલની આ કેસમાં ધરપકડ કરશે.જે બાદ સાબરમતી જેલમાંથી તથ્ય પટેલની કસ્ટડી મેળવીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. મહત્વનું છે કે 3 જુલાઈની રાત્રે તથ્યએ કારને કાફેમાં ઘુસાડી દીધી હતી. જેનો ગુનો M ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો : રાજકોટની PDU મેડિકલ કોલેજના 200 વિદ્યાર્થીઓ 15 દિવસ માટે સસ્પેન્ડ,જાણો કારણ
સિંધુભવન રોડ પર થાર કાર બેફામ ચલાવીને કાફેમાં ઘુસાડી
પ્રાપ્ત વિગતો અનુસાર,અમદાવાદના નબીરા તથ્યએ બુધવારે એટલે કે 19 જુલાઈના રોજ રાત્રે બેફામ ઝડપે લક્ઝુરિયસસ કાર દોડાવી અને તેના ખપ્પરમાં નવ કોડભરી જિંદહી હોમાઈ ગઈ.આ નબીરાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું હતું.તથ્યએ ગત 03 જુલાઈની રાત્રે પણ અકસ્માત સર્જ્યો હતો. તથ્ય પટેલે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ પર થાર કાર બેફામ ચલાવીને કાફેમાં ઘુસાડી દીધી હતી.3 જુલાઈએ થારને તથ્ય પટેલે સિંધુ ભવન રોડ પરના એક કાફેમાં ઘુસાડી દીધી હતી.તથ્ય પટેલે સિંધુભવન રોડ પર આવેલ કાફેની દીવાલ તોડી નાખી હતી. એ સમયે તથ્ય પટેલ અને કાફેના સંચાલકે સમાધાન કરી લીધું હતું.
અત્યાર સુધીમાં તથ્ય સામે કેટલી ફરિયાદ નોંધાઈ
એસજી હાઈવે પર ફૂલ સ્પીડમાં કાર ચલાવી ઇસ્કોન બ્રિજ પર 10 લોકોના જીવ લેનાર તથ્ય સામે અત્યાર સુધીમાં 3 ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જે ત્રણેય ફરિયાદ અકસ્માતની છે.એક ફરિયાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત,બીજી સિંધુભવન રોડ અકસ્માત અને ત્રીજી ફરિયાદ મંદિર સાથે ગાડી અથડાવવાની નોંધાઈ છે. ગત 26 જુલાઈએ ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં તથ્ય પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે.તથ્યએ 6 મહિના પહેલા ગાંધીનગરના એક મંદિરમાં જેગુઆર કાર ઘુસાડી હતી.નવા વર્ષની પાર્ટીમાં ગયેલા તથ્ય પટેલે વાંસજડા ગામની ભાગોડે સાણંદ જતા મેઈન રોડ પર બળિયાદેવના મંદિરમાં કાર ઘુસાડી દીધી હતી.આ મામલે સાંતેજ પોલીસે તથ્ય પટેલ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : ડાકોરમાં રણછોડરાયના મંદિરે જવાના મુખ્ય માર્ગ પર મકાનની દિવાલ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી