તથ્ય પટેલે પાછલા મહિને જ ઓવરસ્પીડના નિયમને 25 વખત તોડ્યો; ન થઈ એક પણ વખત કાર્યવાહી!
ઈસ્કોન બ્રિજ પર 20 જૂલાઈને ગુરુવારે પૂરપાટ ઝડપે કાર હંકારીને 9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલને લઈને વધુ એક ખુલાસો થયો છે. ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં કુલ 10 લોકોના મોત થયા છે. આ મામલો પોલીસ તપાસમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ગઈ કાલે FSL રીપોર્ટમાં તથ્ય પટેલની કારની સ્પીડ અંગે ખુલાસો થયો છે.જેમાં તથ્ય પટેલની જગુઆર કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું હતુ. તેમજ તથ્યએ આ પહેલા પણ કરેલા અકસ્માતના વિડિયો સામે આવી રહ્યા છે. તેમ તેમ તેના બેફામ ડ્રાઈવિંગના પુરાવા મળી રહ્યા છે. તેણે પાછલા મહિને જ ઓવરસ્પીડના નિયમને 25 વખત તોડ્યો હોવાની વિગતો મળી રહી છે.
તથ્ય પટેલે ઓવરસ્પીડના નિયમને 25 વખત તોડ્યો
તથ્ય પટેલે ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને 9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલના બેફામ ડ્રાઈવિંગને લઈને એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ મામલે વધુ એક ખુલાસો થયો છે. જેમાં તથ્ય પટેલે પાછલા મહિને જ ઓવરસ્પીડના નિયમને 25 વખત તોડ્યો હોવાની વિગતો મળી રહી છે. જો કે તેમા મહત્વપૂર્ણ વાત એ છે કે ઓવરસ્પીડમાં વાહન ચલાવતા લોકોને 100થી વધુ ઈ-ચલણ આપવાનું કહેતી ટ્રાફિક પોલીસે તથ્ય પટેલની થાર અને જગુઆર કારને એક પણ ઈ-ચલણ આપ્યું નથી.ત્યારે આ પ્રકારની ઘટનાઓ પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલ ઉભા કરે છે.
શીલજ રોડ પર આવેલા થાંભલા પર જેગુઆર ગાડી ચઢાવી દીધી હતી
તથ્ય પટેલે 31 ડિસેમ્બર 2022ની મોડી રાત્રે શીલજ રોડ પર આવેલા થાંભલા પર જેગુઆર ગાડી ચઢાવી દીધી હતી જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
સીંધુ ભવન રોડ પર થાર કાર વડે સર્જ્યો હતો અકસ્માત
ઈસ્કોન બ્રિજ અકસ્માતના 15 દિવસ પહેલા એટલે કે ગત 3 જુલાઈના રોજ તથ્ય પટેલે સીંધુ ભવન રોડ પર થાર કાર વડે અકસ્માત સર્જ્યો હતો, આ ઘટનાની પોલીસને પણ જાણ થઈ હતી, પરંતુ અમુક પોલીસ કર્મચારીની મધ્યસ્થીથી આ અંગે સમાધાન કરાયું હતું. તેમજ હાલ તથ્ય પટેલના બેફામ ડ્રાઈવિંગના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં તે મોજ મસ્તી કરતા ગાડી ચલાવતા નજરે પડી રહ્યો છે.
આ પણ વાંચો : ઈસ્કોન બ્રિજ અકસ્માત : તથ્ય પટેલની કારની સ્પીડ અંગે FSL રીપોર્ટમાં થયો મોટો ખુલાસો
તથ્યની કારમાં સવાર તેના મિત્રો જ બન્યા સાક્ષી
તથ્ય પટેલ અકસ્માત કેસ મામલે કારમાં સાથે બેઠેલા મિત્રો જ તેના સાક્ષી બન્યા છે. ગઈ કાલે ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટમાં નિવેદન લેવાયા હતા. અકસ્માત સમયે તથ્યની કારમાં સવાર તેના મિત્રોના સાક્ષી તરીકે નિવેદન લેવાયા હતા, જેનું વીડિયો રેકોર્ડિંગ કરાયું હતું. બધાને મેજિસ્ટ્રેટ સમક્ષ crpc 164 અંતર્ગત સાક્ષી તરીકે નિવેદન લેવા કોર્ટમાં લવાયાં છે. આમ તથ્ય પટેલના મિત્રો જ તેના સાક્ષી બનતા આ કેસ વધુ મજબૂત બન્યો છે.
અકસ્માત થયા બાદના 17 સાક્ષી પોલીસને મળ્યા
આ અકસ્માત થયા બાદના 17 સાક્ષી પોલીસને મળ્યા છે. જેમણે અકસ્માત અને અકસ્માતની ગંભીરતા નજરે નિહાળી છે. બીજી તરફ અકસ્માત સમયે તથ્યની ગાડીની લાઈટ તેમજ બ્રેક કાર્યરત હતા તેવો રિપોર્ટ આરટીઓએ આપ્યો છે. એટલે કારની કન્ડિશન અને ફિટનેસ કાર ચલાવવા માટે બરાબર હતા.અકસ્માતના દિવસે રાતે બ્રિજ ઉપર તમામ પોલની લાઈટ ચાલુ હતી. બીજી તરફજો તથ્યએ બ્રેક મારી હોત તો અકસ્માત રોકી શક્યો હોત તેવું પણ પોલીસનું તારણ છે.
આ પણ વાંચો : ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરિક્ષાનું પરિણામ જાહેર, બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે પરિણામ