TATA આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tiago
ભારતની અગ્રણી વાહન કંપની ટાટા મોટર્સ આ મહિને તેની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહી છે. કારની લોન્ચિંગ તારીખથી પડદો હટાવી દેવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે Tata Tiago તેની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર હશે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગને ધ્યાનમાં રાખીને કંપની તેના ઇલેક્ટ્રિક વાહનોના પોર્ટફોલિયોને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. Tiago ટાટાની એન્ટ્રી લેવલની હેચબેક કાર છે. કંપનીએ તેને ઇલેક્ટ્રિક વેરિઅન્ટમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
ક્યારે લોન્ચ થશે Tiago ? એક વખત ચાર્જમાં કેટલી ચાલશે ?
Tata Tiago આ મહિનાની 28 તારીખે લોન્ચ થવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર હશે. ટાટા મોટર્સ પાસે તેના ઇલેક્ટ્રિક વાહન પોર્ટફોલિયોમાં પહેલેથી જ બે કાર છે નેક્સોન અને ટિગોર. જે પૈકી નેક્સોન ઈલેક્ટ્રિકનું ભારતીય બજારમાં સારું વેચાણ થઈ રહ્યું છે. જો સમાચારોનું માનીએ તો Tata Tiago ઈલેક્ટ્રિકની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી હોઈ શકે છે. જો આપણે તેની રેન્જ વિશે વાત કરીએ, તો એક ચાર્જ પર, તે લગભગ 310 કિમીનું અંતર કાપી શકે છે.
આવતા પાંચ વર્ષમાં હજુ 10 મોડલ બહાર લાવવાની તૈયારી
Tata Tiago ઇલેક્ટ્રિકમાં 26kWhની બેટરી મળી શકે છે. નેક્સોન ઈલેક્ટ્રિકની સફળતા બાદ કંપની આ સેગમેન્ટને વિસ્તારવાની યોજના પર ઝડપથી કામ કરી રહી છે. આવનારા સમયમાં કંપની ઇલેક્ટ્રિક વેરિઅન્ટમાં પ્રીમિયમ હેચબેક કાર Altroz પણ લોન્ચ કરી શકે છે. આગામી પાંચ વર્ષમાં ટાટા મોટર્સે 10 ઈલેક્ટ્રિક વાહન મોડલ રજૂ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કંપની પહેલેથી જ Tigor EVનું વેચાણ કરી રહી છે, જે સ્થાનિક બજારમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક વાહનોમાંની એક છે. તેની કિંમત 12.49 લાખ રૂપિયા છે.