ટાટા સન્સ હવે બનાવશે એ પ્રોડક્ટ જેની વિશ્વભરમાં વર્તાઈ રહી છે અછત
ભારત સહિત વિશ્વભરમાં આજે ટાટા ગ્રુપે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેઓ હરહંમેશ કંઈક નવું કરવામાં માને છે ત્યારે નમકથી લઈ ઇલેક્ટ્રોનિક કારનું ઉત્પાદન કરનાર ટાટા સન્સ હવે એ પ્રોડક્ટનું ઉત્પાદન કરવા જઈ રહી છે જેની અછત આજે વિશ્વબજારમાં થઈ રહી છે. ટાટાના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને ગુરુવારે જણાવ્યું હતું કે ભારતનું સૌથી મોટું જૂથ આગામી થોડા વર્ષોમાં ભારતમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન શરૂ કરશે. એક ઈન્ટરવ્યુમાં ચંદ્રશેખરને જણાવ્યું હતું કે ચિપ્સનું ઉત્પાદન ભારતને વૈશ્વિક સ્તરે મુખ્ય સપ્લાયર બનાવશે. કોવિડ પછીના સમયગાળામાં ચિપ ઉત્પાદનના વર્તમાન અભાવના મુદ્દા પર બોલતા, ચંદ્રશેખરને જણાવ્યું હતું કે મીઠું, ઓટો અને સ્ટીલ જૂથ “આખરે અપસ્ટ્રીમ ચિપ ફેબ્રિકેશન પ્લેટફોર્મ શરૂ કરવાની સંભાવના જોઈ રહ્યું છે”.
ટાટા ઇલેક્ટ્રોનિક્સના નેજા હેઠળ થશે ઉત્પાદન
વધુમાં તેમણે કહ્યું કે આ જૂથે પહેલેથી જ ટાટા ઈલેક્ટ્રોનિક્સની સ્થાપના કરી છે, જે હેઠળ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટિંગ બિઝનેસની સ્થાપના કરવામાં આવશે. ચંદ્રશેખરને સંકેત આપ્યો કે પ્રોજેક્ટમાં તેના સંભવિત ભાગીદારો યુએસ, જાપાન, તાઈવાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાંથી હશે.