કૉંલિંગ સોલ્યુશન્સ માટે Tataએ Microsoft સાથે પાર્ટનરશિપ કરી
નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી: ભારતમાં એન્ટરપ્રાઇઝીસ માટે ‘માઈક્રોસોફ્ટ ટીમ્સ’ પર કોલિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે Tata Communications એ Microsoft સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારીથી ભારતીય એન્ટરપ્રાઇઝની કાર્યક્ષમતામાં વધારો થશે. ટાટા કોમ્યુનિકેશન્સે જણાવ્યું હતું કે તેનું ગ્લોબલરાપિડ પ્લેટફોર્મ માઈક્રોસોફ્ટના ઑપરેટર કનેક્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વિશ્વના કોઈપણ ખૂણે ટીમ્સ ડિવાઈસ પર વૉઈસ કોલ્સ કરી શકાશે.
કર્મચારીઓની ઉત્પાદકતામાં વધારો કરશે
ટાટા કોમ્યુનિકેશન્સના યુનિફાઇડ કોમ્યુનિકેશન્સ એન્ડ કોલાબોરેશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીરામ સંપતે જણાવ્યું હતું કે, આ ડિવાઈસનો લાભ લેવા માટે વૈશ્વિક ભાગીદારની જરૂર છે. સંપથે કહ્યું, ટીમ્સ માટે ઑપરેટર કનેક્ટ પર Microsoft સાથે અમારી ભાગીદારી કર્મચારીઓની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કરશે, જ્યારે તેમને સ્થાનિક નિયમોનું પાલન કરવામાં મદદ કરશે. આ પ્લેટફોર્મ એન્ડ-ટૂ-એન્ડ મેનેજ્ડ સર્વિસ લેયર ઑફર કરે છે. આ ટીમ્સ પ્લેટફોર્મ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરશે, એન્ટરપ્રાઇઝને સંપૂર્ણ નિયંત્રણ અનેને વધારાના હાર્ડવેર ખર્ચમાં ઘટાડો કરશે.
માઈક્રોસોફ્ટના ભારત અને સાઉથ એશિયાનાના કન્ટ્રી હેડ શ્રુતિ ભાટિયાએ જણાવ્યું કે, આ પાર્ટનરશિપ સમગ્ર ભારતમાં વ્યવસાયો માટે વધુ કાર્યક્ષમતા અને ઉત્પાદકતા લાભ પહોંચાડવા માટેની અમારી પહેલની પ્રતિબિંબિત કરે છે. એક સાથે મળીને અમે એન્ટરપ્રાઇઝને કાર્યક્ષમ અને સુરક્ષિત રીતે વૃદ્ધિ અને સ્કેલ કરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
આ પણ વાંચો: મુશ્કેલીમાં મુકાયેલી Paytmના શેરમાં એકાએક ઉછાળો, જાણો કેટલા ટકા થયો વધારો?