ટાટા ગ્રુપ લાવશે મહિલાઓ માટે નવી 45000 ભરતી
આઈફોનની નિર્માતા કંપની એપલ પોતાનું ઉત્પાદનના યુનિટને ચીનની બહાર બદલવાની તૈયારી કરી રહ્યું છે. જેની માટે ઘણા કારણો જવાબદાર છે, જેમાં ચીનમાં જીરો કોવિડ પોલિસીને લીધે કડક રીતે લોકડાઉનનું પાલન તથા અમેરિકાના ચીન સાથેના રાજનીતિક તણાવ પણ જોડાયેલા છે.
ભારતના દિગ્ગજ ઉધોગપતિ રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ગ્રુપનો મોટો પ્લાન બની રહ્યો છે. કહેવાય છે કે, તમિલનાડુના હોસુર જીલ્લામાં તેમણે ઈલેક્ટ્રોનિક કારખાનામાં કર્મચારીઓ વધારવાની તૈયારીમાં છે. આવનાર 2 વર્ષમાં 45000 ભરતીઓ કરવાની યોજના બનાવી છે. ઈલેક્ટ્રોનિક પાર્ટસ બનાવતી આ ફેકટરીમાં આઈફોનના પાર્ટસ પણ બનાવશે.
આ પણ વાંચો: વધી રહી છે વોડાફોન – આઇડિયાની મુશ્કેલીઓ કંપની વેચી શકે છે પોતાના જ શેર
2 વર્ષમાં અપાશે આટલી નોકરીઓ
એક રિપોર્ટ મુજબ, ચીનમાં કોરોનાના નિયંત્રણોને લઈને એપલ ઉત્પાદનો પર અસર પડી રહ્યો છે. જેના કારણે આઈફોન નિર્માતા ભારતમાં પોતાના ઉત્પાદન વધારવા ઉપર ધ્યાન આપી રહ્યા છે. ટાટા ગ્રુપએ પણ જેમ બને તેમ વધુ ઓર્ડર મળી શકે તેવા પ્રયાસો શરુ કરી દીધા છે. રતન ટાટા ગ્રુપ આવનાર 18 – 24 મહિનામાં આશરે 45000 નોકરીઓ આપવાની તૈયારીમાં છે. જેમાં વધુ પ્રમાણમાં મહિલાઓને આપવામાં આવશે.
ટાટાના પ્લાન્ટમાં મહિલા કર્મચારી વધુ છે
હાલમાં, ટાટાના 500 એકડમાં આવેલ પ્લાન્ટમાં લગભગ 10,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જેમાંથી વધુ મહિલા કર્મચરીઓ છે. છેલ્લે સપ્ટેમ્બર મહિનામાં આ પ્લાન્ટમાં 5000 કર્મચારીઓને નોકરીમાં રાખવામાં આવ્યા હતા. એક રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે હોસુર સંયંત્રમાં કામ કરવાવાળી મહિલા કર્મચારીઓને 16,000 રૂપિયાથી વધુ પગાર આપવામાં આવે છે. આ સિવાય કર્મચારીઓને ફેકટરીમાં જ રહેવા તથા જમવાની સુવિધાઓ પણ આપે છે. આ સિવાય તેમની યોજના કર્મચારીઓને પ્રશિક્ષણ અને શિક્ષા આપવાની પણ છે.
Wistron સાથે પણ વાતચીત શરુ
ટાટા ગ્રુપ ભારતમાં આઈફોન એસેમ્બલ કરવા માટે ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ જોઈન્ટ વેન્ચર સ્થાપિત કરવા Wistronની સાથે પણ વાતચીત કરી રહી છે. ટાટા ગ્રુપ અત્યારે તેના સૌથી નાના એકમ પર પણ કામ કરી રહ્યું છે જેથી તે એપલ પાસેથી વધુ પ્રમાણમાં ઓર્ડર મેળવી શકે. જોકે ટાટા ગ્રુપ કે એપલ તરફથી હજુ સુધી હોસુરમાં કરવામાં આવનાર ભરતી વિશે કોઈ જાણ કરવામાં આવી નથી.
કંપનીઓ માટે ભારત ચીનનો વિકલ્પ બન્યો છે
ભારતમાં આઈફોનનો કુલ કારોબારનો હજુ પણ ભારતમાં ખુબ જ ઓછો ભાગ છે, જેને વધારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકાર પણ વિદેશોની મોટી કંપનીઓ માટે ભારત ચીનનો વિકલ્પ બને. આઈફોનનું પ્રોડક્શન પણ આનો જ ભાગ છે. રિપોર્ટ મુજબ ટાટા ગ્રુપએ તમિલનાડુના હોસુરમાં પોતાનું પ્રોડક્શન શરુ કરવાનું નક્કી કરી લીધું છે. હાલમાં ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન જે આઈફોન માટે તેના ભાગો બનાવી રહ્યા છે.
ચીનમાં જીવ બચાવી ભાગી રહ્યા છે એપલના કર્મચારી
તાજેતરમાં ચીનમાં કોરોના વધ્યા બાદ દુનિયાના સૌથી મોટા આઈફોન પ્લાન્ટમાંથી આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. જેમાં જોવા મળ્યું હતું કે ચીનમાં એપલ આઈફોન નિર્માતા Foxconnના Zhengzhou શહેરમાં સૌથી મોટા ક્ષેત્રમાં કોરોનાના પ્રતિબંધોથી બચવા માટે પોતાના જીવને જોખમમાં નાખીને પણ ઉંચી કાટાવાળી વાડ કુદીને પોતાના ઘરે પહોચવાનો પ્રયત્ન કરી રહ્ય હતા.