ટાટા કંપનીએ બનાવ્યું મિલિટરી ગ્રેડનું સ્પાય સેટેલાઇટ, તેને સ્પેસએક્સ કરશે લૉન્ચ
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી : ટાટા કંપનીએ મિલિટ્રી ગ્રેડનું સ્પાય સેટેલાઇટ બનાવ્યું છે. સ્પેસએક્સ કંપની તેને એપ્રિલમાં લૉન્ચ કરશે. આ સેટેલાઈટને રૉકેટમાં એસેમ્બલ કરવા માટે ફ્લોરિડા મોકલવામાં આવ્યું છે. તેની મદદથી ભારતીય દળો વધુ સચોટ રીતે ગુપ્ત માહિતી મેળવી શકશે અને વિદેશી વિક્રેતાઓ પર નિર્ભરતા ઘટશે.
SpaceX ભારતનો પ્રથમ ખાનગી જાસૂસી સેટેલાઇટ લોન્ચ કરશે. લોન્ચિંગ એપ્રિલમાં થશે. આ ઉપગ્રહ TASL એટલે કે ટાટા કંપનીની Tata Advanced Systems Limited દ્વારા બનાવવામાં આવ્યો છે. ટાટાએ પહેલીવાર ગ્રેડનું સેટેલાઇટ બનાવ્યું છે. આ સેટેલાઇટનો ઉપયોગ ભારતીય દળો દ્વારા કરવામાં આવશે જેથી તેઓ અત્યંત ગુપ્ત માહિતી મેળવી શકે. તેમજ, આ ઉપગ્રહ 0.5 મીટર અવકાશી રિઝોલ્યુશન ધરાવે છે.
ટાટા કંપની દ્વારા આ સેટેલાઈટ ફ્લોરિડા મોકલી દેવામાં આવ્યું છે. જ્યાં SpaceX તેને અવકાશમાં મોકલશે. અગાઉ ભારતીય સૈન્યએ વિદેશી વિક્રેતાઓ પાસેથી ચોક્કસ સંકલન અને સમયની માંગણી કરવી પડતી હતી. પરંતુ હવે ટાટા કંપનીના આ સેટેલાઇટને કારણે આ સમસ્યા ઊભી થશે નહીં. આ સેટેલાઈટ પર માત્ર ભારત જ નજર રાખશે. તેના પર સંપૂર્ણપણે ભારતનું નિયંત્રણ રહેશે.
આ માટેનું ગ્રાઉન્ડ કંટ્રોલ સેન્ટર બેંગલુરુમાં બનાવવામાં આવી રહ્યું છે. ખૂબ જ ટૂંક સમયમાં તે કાર્યરત થઈ જશે. તેનો ઉપયોગ સેટેલાઇટમાંથી મળેલી તસવીરોના માર્ગદર્શન અને પ્રક્રિયામાં થશે. ટાટા કંપની લેટિન-અમેરિકન કંપની સેટલોજિક સાથે મળીને આ સેન્ટર બનાવી રહી છે. આ સેટેલાઇટથી મળેલી તસવીરો મિત્ર દેશો સાથે પણ શેર કરવામાં આવશે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (isro) પાસે પણ આવા ઘણા સેટેલાઇટ છે પરંતુ ખૂબ મોટા કવરેજ માટે તેની પોતાની મર્યાદાઓ છે. હાલમાં ભારત અમેરિકન કંપનીઓ પાસેથી મહત્વપૂર્ણ જાસૂસી ડેટા લે છે. આ પ્રકારના સેટેલાઇટની જરૂરિયાત ચીન સાથેના લાઇન ઑફ એકચ્યુઅલ કંટ્રોલના કારણે અનુભવાઈ હતી.
આ પણ વાંચો : ભારત બનશે સેમિકન્ડક્ટર હબ, ટાટા ગ્રુપની હશે આમાં મહત્ત્વની ભૂમિકા