ટ્રેન્ડિંગ

Tata Altroz ​​CNG આવતા મહિને લોન્ચ થશે, આ કાર્સને ટક્કર આપશે

Text To Speech

Tata આવતા મહિને તેની સૌથી સુરક્ષિત હેચબેક કાર Tata Altroz લોન્ચ કરવા જઈ રહી છે. જોકે આ કારને જાન્યુઆરીમાં આયોજિત ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી છે. તેની ખાસ વિશેષતાઓને કારણે આ કાર નવી કાર ખરીદનારાઓની પસંદગી બની ગઈ છે અને ગ્રાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ થશે

Tata Altrozને CNGમાં એક કરતા વધુ વેરિઅન્ટ સાથે રજૂ કરી શકે છે. જેમાં આ કારના બેઝ અને ટોપ મોડલને સામેલ કરી શકાય છે. તેમજ આ કાર તેના વર્તમાન મોડલ કરતા લગભગ એક લાખ રૂપિયા મોંઘી હોઈ શકે છે.

Tata Altroz CNG
Tata Altroz CNG

Tata Altroz CNG એન્જિન

કંપની આ કારના CNG વેરિઅન્ટને હાલના એન્જિન 1.2l પેટ્રોલ એન્જિન સાથે રજૂ કરશે, જે 85 hpનો મહત્તમ પાવર અને 113 Nmનો પીક ટોર્ક આપે છે. જેને 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવશે. પરંતુ અન્ય સીએનજી ફીટ વાહનોની જેમ તેના પાવર અને ટોર્કમાં થોડો ઘટાડો થશે. એટલે કે, CNG પર એન્જિન મહત્તમ 76 એચપીનો પાવર અને 97 એનએમનો પીક ટોર્ક જનરેટ કરશે.

ડબલ સિલિન્ડર આ કારની ખાસિયત

આ કારની ખાસ વાત જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે તે છે તેમાં ઉપલબ્ધ ડબલ CNG સિલિન્ડર સેટઅપ, જેમાં એક સિલિન્ડરની ક્ષમતા 30 લિટર સુધીની હશે. જેના કારણે એકવાર ફુલ થઈ જાય તો આ કાર લાંબા અંતરની મુસાફરી કરી શકશે. આ સિવાય આ કારમાં મોડ્યુલર ફિલ્ટર, માઇક્રો સ્વિચ, ફાયર પ્રોટેક્શન ડિવાઇસ છે, સિંગલ ECU સિવાય આ કારને ડાયરેક્ટ CNG મોડ પર પણ સ્ટાર્ટ કરી શકાય છે.

આ કાર્સને આપશે ટક્કર

Tataની આ કાર સાથે સ્પર્ધા કરનારા ટોયોટા ગ્લાઝા, મારુતિ સુઝુકી બલેનો, મારુતિ સુઝુકી સ્વિફ્ટ, હ્યુન્ડાઈ i20, મારુતિ સુઝુકી ડિઝાયર, હોન્ડા અમેઝ જેવી કાર્સ હશે.

Back to top button