ગુજરાતનેશનલ

TAT પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર, ગુજરાતી માધ્યમમાં 3465 ઉમેદવારોએ 120થી વધુ ગુણ મેળવ્યા

Gujarat News : રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા TAT પ્રાથમિક પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. 3 મે 2026ના રોજ શિક્ષક અભિરુચિ કસોટી (TAT)ની પરીક્ષા લેવામાં આવી હતી. 200 ગુણની આ પરીક્ષા લેખિત પરિક્ષા હતી. જેમાં રાજ્યભરના હજારો ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પરીક્ષાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://www.sebexam.org/ પર ઉમેદવારના બેઠકનંબર અને જન્મતારીખ ઉમેરી જોઈ શકાશે.

 

ત્યારે હવે TATની મુખ્ય પરીક્ષા સંભવિત રીતે 16 ઓગસ્ટે લેવાશે. આ પરિણામ મુજબ ગુજરાતી માધ્યમમાં કુલ 1,81,520 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં 3,465 ઉમેદવારોએ 120થી વધુ ગુણ મેળવ્યા છે. જ્યારે 25,594 ઉમેદવારોએ 100થી વધુ ગુણ મેળવ્યા છે. આ આંકડો દર્શાવે છે કે, મોટી સંખ્યામાં ઉમેદવારોએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અંગ્રેજી માધ્યમમાં કુલ 3,510 ઉમેદવારો સફળ

 

આ ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં કુલ 3,510 ઉમેદવારો પરીક્ષામાં સફળ થયા છે. જેમાં કુલ 163 ઉમેદવારોએ 120થી વધુ ગુણ મેળવ્યા છે, જ્યારે 850 ઉમેદવારોએ 100થી વધુ ગુણ મેળવ્યા છે. પરીક્ષાનાં પરિણામમાં 35 % એટલે કે, 200 માર્કસમાંથી 70 કે તેથી વધુ ગુણ લાવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય ગણાશે.

રિચેકિંગ માટે 7 થી 15 જુલાઈ સુધી કરી શકાશે અરજી

 

આ પરીક્ષાની OMRની પુન:ચકાસણી કરાવવા ઈચ્છતા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, સેક્ટર-21, ગાંધીનગર ખાતે તા. 7 જુલાઈથી 15 જુલાઈ સુધી સવારે 11 થી સાંજના 5 કલાક દરમ્યાન ઉમેદવારની રૂબરૂમાં કરવામાં આવશે. આ રિચેકિંગ માટે ઉમેદવારે રૂબરૂમાં પોતાની હોલ ટિકિટ સાથે લેખિત અરજી કરી રૂ. 100 જમા કરાવવાના રહેશે. તેમજ મુખ્ય પરીક્ષા માટે ક્વોલીફાઈ થયેલા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટે અલગથી આવેદન પત્ર કે ફી ભરવાની રહેશે નહીં. મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ અને અન્ય વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહશે.

આ પણ વાંચો : ભૂટાને ભારતના E20 પેટ્રોલનો પ્રસ્તાવ નકાર્યો, સામે આવ્યું આ મોટું કારણ

Back to top button