રાજ્યની ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં હિન્દી અને અંગ્રેજી માધ્યમના શિક્ષકો બનવા માટે આજે પરીક્ષા યોજાશે
- હિન્દી અને અંગ્રેજી માધ્યમના શિક્ષકો બનવા માટે આજે TATની પરીક્ષા યોજાશે
- અલગ અલગ 20 વિષયના શિક્ષક બનવા માટેની આ પરીક્ષા યોજાશે
રાજ્યભરમાં હિન્દી અને અંગ્રેજી માધ્યમના શિક્ષકો બનવા માટે આજે TATની પરીક્ષા યોજાશે. રાજ્યની ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે આજે TATની પ્રિલીમ પરોક્ષ આવતીકાલે યોજાશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ઉમેદવારોની આજે ટીચર્સ એપ્ટીટ્યુડ ટેસ્ટ યોજાશે.
પ્રાપ્ત વિગતો અનુસાર,આજે હિન્દી અને અંગ્રેજી માધ્યમના શિક્ષકો બનવા માટે TATની પરીક્ષા યોજાશે.અલગ-અલગ વિષયના શિક્ષક બનવા માટેની આ પરીક્ષા યોજાશે. રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર ઉમેદવારોની હોલ ટિકિટ મૂકવામાં આવી હતી. જેના આધારે આવતીકાલે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેમાં અમદાવાદમાં પણ 16 બિલ્ડિંગમાં આ પરીક્ષા યોજાશે.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ઉમેદવારોની આજે ટીચર્સ એપ્ટીટ્યુડ ટેસ્ટ યોજાશે.અલગ અલગ 20 વિષયના શિક્ષક બનવા માટેની આ પરીક્ષા યોજાશે.રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર ઉમેદવારોની હોલ ટિકિટ મૂકવામાં આવી હતી.જેના આધારે આજે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
અંગ્રેજી માધ્યમના 2200 અને હિન્દી માધ્યમના 800 ઉમેદવારો પરીક્ષા આપશે
અમદાવાદના 16 બિલ્ડિંગના 130 બ્લોકમાં પરીક્ષા યોજાશે. અંગ્રેજી માધ્યમના 2200 અને હિન્દી માધ્યમના 800 ઉમેદવારો આ પરીક્ષા આપશે.આ પરીક્ષામાં 100 માર્ક્સ સામાન્ય અભ્યાસને લગતા જ્યારે 100 માર્ક્સ જે તે વિષયના રહેશે,એટલે કુલ 200 માર્કસની પરીક્ષા લેવાશે.આ મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે અને મુખ્ય પરીક્ષા આગામી 17 સપ્ટેમ્બરે યોજાશે.
આ પણ વાંચો : ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરિક્ષાનું પરિણામ જાહેર, બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે પરિણામ