સાવધાન! સગીર વયની દીકરીઓ ટાર્ગેટ કરાઈ, સોશિયલ મીડિયા પર અજાણ્યા યુવકો સાથે મિત્રતા કરતા પહેલાં ચેતી જજો
સોશિયલ મીડિયા પર વાત કરતા પહેલા સાવધાન રહેજો અજાણ્યા યુવકો સાથે મિત્રતા કરતા પહેલાં ચેતી જજો. સુરતમાં સોસીયલ મીડિયાથી બ્લેકમેલ કરી 17 મહિનામાં 74 યુવતીઓને રેપ- છેડતીનો શિકાર બનવાઈ છે. ગુજરાતમાં રેપના કિસ્સાઓ દિન પ્રતિ દિન વધતા જાય છે. છોકરીઓ હમેશા રેપ-છેતરપીંડીની શિકાર થતી હોય એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જ્યાં યુવતીઓને પ્રેમાળ વાતુંમાં ફસાવ્યાં બાદ ફોટો વિડીઓ દ્વારા બ્લેકમેલ કરવામાં આવતી હોય છે ત્યારે એક એહવાલ મુજબ સુરતમાં સોસીયલ મીડિયામાં ફેક આઈડી બનાવી 17 મહિનામાં 74 યુવતીઓને બ્લેકમેલ કરી રેપ- છેડતીનો શિકાર બનાવામાં આવી છે.
આજના સમય પર સોશિયલ મીડિયા ખૂબજ લોકપ્રિય છે. સોશિયલ મીડિયાથી દુનિયા ભરની ખબરો પલભરમાં દુનિયાના કોઈ પણ છેડે પહોંચી જાય છે, સોશિયલ મીડિયા પ્લેટફોમનો ઉપયોગ કરોડો યુઝર્સે દ્વારા કરવામાં આવે છે પણ કેટલાક લોકો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરતા હોય છે ત્યારે એક એવોજ અહેવાલ સામે આવ્યો છે.
શહેરમાં છેલ્લા 17 મહિનામાં સોશિયલ મીડિયા પર મીઠી મિત્રતાનો ઢોગ કરી 13થી 17 વર્ષની દીકરીઓ તેમજ યુવતીઓને પોતાના પ્રેમમાં ફસાવવાના અજીબ કેસો પોલીસના નજરે ચડે છે ત્યારે સાયબર ક્રાઇમના એસીપી યુવરાજસિંહ ગોહિલ આ અહેવાલ પર કહ્યું,”કોઈ અજાણ્યો ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે કે વીડિયો કોલ કરે તો એક્સપેપ્ટ કરવો નહીં. ઉપરાંત સોશિયલ મીડિયા પર પોતાના ફોટો-વીડિયો શેર ન કરવા, જેથી ભવિષ્યમાં કોઈ બ્લેકમેલ ન કરે.”
13થી લઈ 17 વર્ષની વયની 26 સગીરા પણ પ્રેમજાળનો ભોગ બની ઘણી સગીરા, યુવતીઓ ફોટો-વીડિયો જેવી પર્સનલ વિગતો શેર કરી દે છે. શહેરમાં છેલ્લા 17 મહિનામાં સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવીને કે રેપ-છેડતી થવાના 74 કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ખાસ કરીને સગીર વયની દીકરીઓ, યુવતીઓ તેમજ પરિણીતાને ટાર્ગેટ સોશિયલ મીડિયામાં પર કરવામાં આવે છે.
પોલીસે જાન્યુઆરી-22થી મે-2023 સુધીમાં બળાત્કાર અને છેડતીના 326 ગુના ચોપડે નોંધયા હોવાનું સામે આવ્યું છે જેમાં 13 વર્ષથી લઈ 17 વર્ષની 26 સગીરા યુવતીઓ અને છોકરીઓ ચોકાસહિત કુલ 130 સગીરા રેપ-છેડતી ભોગ બની છે. ત્યારે સવાલ એ છે કે ક્રાઈમની ભોગ બનતી યુવતીઓ પ્રેમના જાળમાં ફસાઈ જાય ત્યાં સુધી કેમ ખબર નથી પડતી કે એનું અંજામ ખૂબ જ ભયંકર હોઈ શકે છે.
ઈન્સ્ટ્રાગ્રામ, વોટસએપ અને ફેસબુક જેવા ખૂબ લોકપ્રિય અને સૌથી વધુ ઉપયોગ કરાતા સોશિયલ મીડિયા માધ્યમો પર યુવકો યુવતીઓને મીઠી મીઠી વાતો કરી પહેલાં છોકરીઓને સાથે મિત્રતા કેળવે છે અને પછી પ્રેમજાળમાં ફસાવે છે. કેટલાક કિસ્સામાં તો એવા જોવા મળે છે જેમાં યુવકો સુંદર દેખાતી યુવતીના નામનું ફેક એકાઉન્ટ બનાવી ઓપરેટર કરતા હોય છે અને છોકરીઓને બધા પુરાવા દેખાણી વિશ્વાસ જીતી અને તેમના સાથે મીઠી મીઠી વાતો કરી મન જીતી લે છે. ઘણી સગીરા, યુવતી અને પરિણીતાઓ પોતાની ફોટો-વીડિયો જેવી પર્સનલ વિગતો પણ આપી દે છે, જેના આધારે આખરે બ્લેકમેલિંગથી પૈસા પડાવાય છે અથવા રેપ છેડતી જેવા ગંભીર ગુનાને અંજામ અપાય છે.
લગ્નની લાલચે બળાત્કાર કરી વીડિયો વાઇરલ થયો
એક કિસ્સો એવો પણ બન્યો જ્યાં સરથાણાની 15 વર્ષની સગીરાની સચિન સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ. સચિને મિત્ર કિશન સાથે સગીરાને કાફેમાં લઈ જઈ લગ્નની લાલચે બળાત્કાર કરી વીડિયો વાઇરલ કર્યો. તેમજ કતારગામમાં 16 વર્ષની સગીરાના ઈન્સ્ટ્રાગ્રામ પર બીભત્સ ફોટો વાયરલ કરી આરોપીએ છેડતી કરી હતી. જેથી સગીરાના પરિવારે પોલીસમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી.
3 માસનો ગર્ભ સાથે 16 વર્ષની સગીરા
16 વર્ષની સગીરાને 3 માસનો ગર્ભ ગોડાદરાની 16 વર્ષની સગીરા સાથે શક્તિએ ઈન્સ્ટાગ્રામથી મિત્રતા કરી પ્રેમજાળમાં ફસાવી પછી અવારનવાર રેપ કર્યો. સગીરાને 3 માસનો ગર્ભ રહી જતા રેપનો મામલો સામે આવ્યો હતો.
16 વર્ષની સગીરાને રેપની ધમકી
સરથાણાની 16 વર્ષની સગીરા સાથે ઈન્સ્ટ્રાગ્રામ પર મિત્રતા કરી આરોપી ક્રિષ્નાએ કપલ બોક્સમાં રેપ કર્યો. સગીરાએ આવવાની ના પાડી તો ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો:Delhi Murder Case: સાહિલને કોર્ટે મોકલ્યો 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં