જમ્મુ-કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ, પુલવામામાં બેંક સુરક્ષા ગાર્ડની ગોળી મારી હત્યા
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. પુલવામામાં આતંકવાદીઓએ બેંકના સુરક્ષા ગાર્ડની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. સિક્યોરિટી ગાર્ડનું નામ સંજય શર્મા જણાવવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન આ વિસ્તારમાં ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ પણ વિસ્તારને ઘેરી લીધો છે.
#Breaking :
Another target killing: Kashmiri Pandit Sanjay Sharma, working as a bank security guard, was shot dead by terrorists while he was in local market in Achan, Pulwama, Jammu and Kashmir. pic.twitter.com/mMiqWDnbNl— Rakesh Pandey (@iRakeshPanday) February 26, 2023
મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ સંજય શર્મા પર હુમલો કર્યો જ્યારે તેઓ માર્કેટ જઈ રહ્યા હતા. કેસ સાથે સંબંધિત અધિકારીએ જણાવ્યું કે બંદૂકધારીઓના હુમલા બાદ સંજય શર્મા ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
Yet another ! #TargetKilling#KashmiriPandit Sanjay Sharma, working as a security guard, was shot dead by terrorists in Achan, Pulwama, Kashmir.
Tall claim of peace, normalcy and ghar wapsi of KPs in valley.
How long will the pandits become the scapegoat like this ?@manojsinha_ pic.twitter.com/Q4yOWOtnZT— मुक्तेश योगी ???????? (@yogi_muktesh) February 26, 2023
જિલ્લા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. તુલાએ પુષ્ટિ કરી કે વ્યક્તિને હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ અચનના કાશીનાથ પંડિતના પુત્ર સંજય પંડિત તરીકે થઈ છે. દરમિયાન હુમલાખોરોને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
These incidents only benefit BJP whether it is in Haryana or Kashmir. BJP failed in protecting the lives of minorities here. They only use minorities to show normalcy in the valley: Mehbooba Mufti, PDP Chief on target killing of minority in valley https://t.co/qBPM0CfqqZ pic.twitter.com/keGHVE2daZ
— ANI (@ANI) February 26, 2023
હુમલા પર DIGએ શું કહ્યું?
આ સમગ્ર ઘટના અંગે કાશ્મીરના ડીઆઈજી રઈસ અહેમદે જણાવ્યું હતું કે, “આતંકવાદી હુમલો સવારે સાડા દસ વાગ્યે પ્રકાશમાં આવ્યો. સંજય શર્મા તેમની પત્ની સાથે બજારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો. અમને અત્યાર સુધી જે પણ પુરાવા મળ્યા છે. જેના આધારે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. અમે ટૂંક સમયમાં આતંકવાદીઓને પકડી લઈશું.”
અનંતનાગ જેવી ઘટના
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા 24 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પણ આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરાના હસનપોઆ વિસ્તારના રહેવાસી આસિફ અલી ગની પર અજાણ્યા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં તે ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગનીના પિતાની ગયા વર્ષે જાન્યુઆરીમાં આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેણે જણાવ્યું કે ગનીના પિતા જમ્મુ-કાશ્મીર પોલીસમાં ચીફ કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા.