ગુજરાતટોપ ન્યૂઝ

સુરેન્દ્રનગરમાં જાણો ક્યારે યોજાશે તરણેતરનો મેળો, પ્રશાસને લીલીઝંડી આપી

  • વિશ્વ વિખ્યાત તરણેતરના મેળા અંગે મહત્વનો નિર્ણય લેવાયો
  • સુરેન્દ્રનગરમાં 3 વર્ષ બાદ તરણેતરનો મેળો યોજાશે
  • 18થી 21 સપ્ટેમ્બર તરણેતરનો મેળો યોજવા લીલીઝંડી મળી

સુરેન્દ્રનગરમાં 3 વર્ષ બાદ તરણેતરનો મેળો યોજાશે. જેમાં 18થી 21 સપ્ટેમ્બર તરણેતરનો મેળો યોજવા લીલીઝંડી મળી છે. કોરોના બાદ લમ્પી વાયરસને લઈ પશુ મેળો બંધ હતો. તથા સમગ્ર ગુજરાતમાંથી પશુપાલકો મેળામાં આવી શકશે.

આ પણ વાંચો: ગુજરાતમાં પાંચ વર્ષમાં મહિલાઓના ગર્ભપાતનો આંકડો જાણી રહેશો દંગ 

વિશ્વ વિખ્યાત તરણેતરના મેળા અંગે મહત્વનો નિર્ણય લેવાયો

સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. જેમાં વિશ્વ વિખ્યાત તરણેતરના મેળા અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. તેમાં 18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી યોજાનારા તરણેતરના મેળામાં પશુમેળો યોજવા તંત્રએ લીલીઝંડી આપી છે. 3 વર્ષ બાદ પશુમેળાના આયોજનને લીલીઝંડી આપવામાં આવતા પશુ પાલકોમાં ખુશીની લહેર દોડી ઉઠી છે. કોરોના બાદ લંપી વાઇરસના પગલે પશુમેળો 3 વર્ષથી બંધ રાખવામાં આવતો હતો.

આ પણ વાંચો: ગુજરાત: બસ ભાડામાં વધારો થયો, પરંતુ આ વિસ્તારના કિલોમીટર પણ અચાનક વધી ગયા 

18થી 21 સપ્ટેમ્બર તરણેતરનો મેળો યોજવા લીલીઝંડી મળી

સમગ્ર ગુજરાતમાંથી પશુપાલકો ગાય અને ઘોડા સહિતના પશુઓને લઈ તરણેતરના મેળામાં આવી શકશે. જેમાં ઘોડાઓની રેસ, ઉંચીકૂદ, પશુ વચ્ચેની હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી, સભાખંડ ખાતે કલેકટર કે.સી.સંપટના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ તરણેતર મેળા વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા હતા. આ બેઠકમાં ઉપસ્‍થિત અધિકારીઓ સાથે ચર્ચા કરતા કલેકટરએ જણાવ્‍યું હતુ કે, તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે દિશામાં દરેક વિભાગનાં અધિકારી ઓએ સાથે મળી કાર્ય કરવાનું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં AMCએ ગુનેગારોને પકડવામાં માટે લીધો મોટો નિર્ણય

લમ્પી વાઈરસનાં કારણે ગત વર્ષે પશુમેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું

મેળામાં રસ્‍તા, પાર્કિંગ, બસ, કાયદો અને વ્‍યવસ્‍થા, આરોગ્ય, તળાવ અને મેળાના મેદાનની સફાઇ, સ્‍ટેજ રીનોવેશન, વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલમ્‍પિકસ, સંચાર વ્‍યવસ્‍થા, સાંસ્‍કૃતિક કાર્યક્રમ, સ્‍વાગત વ્‍યવસ્‍થા વગેરે બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. લમ્પી વાઈરસનાં કારણે ગત વર્ષે પશુમેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું પરંતુ આ વર્ષે પશુમેળાનું આયોજન કરવામાં આવશે તે સંદર્ભે જરૂરી તૈયારીઓ કરવા સંબધિત વિભાગને સૂચના આપી હતી.

Back to top button