ટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરી

તારક મહેતાની સોનુ લગ્નના બંધનમાં બંધાઈ, દુલ્હનના રૂપમાં જોઈ પતિની આંખો થઈ ભીની

Text To Speech

મુંબઈ, ૧ જાન્યુઆરી: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુનું પાત્ર ભજવી ચૂકેલી ઝીલ મહેતાએ પોતાના બૉયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે લગ્ન કર્યા છે. ઝીલે પોતાના ઈન્સ્ટાગ્રામમાં લગ્નનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં લગ્નના મંડપમાં આવી રહેલી ઝીલને જોઈ આદિત્ય ઇમોશનલ થતો જોવા મળી રહ્યો છે. બંનેએ 28 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. ઝીલને કન્યા બનીને માંડવામાં આવતી જોઈને આદિત્યની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

સોની સબ ટીવી પર આવતી કૉમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં સોનું ભિડેનું પાત્ર ભજવી ચૂકેલી ઝીલ મહેતાએ આજથી બે દિવસ પહેલા એટલે કે 28 ડિસેમ્બરના રોજ પોતાના બૉયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે સપ્તપદીના ફેરા ફર્યા છે. ઝીલે નવા વર્ષ પહેલા લગ્નનો આ અદ્ભુત વીડિયો શેર કર્યો, જે થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગયો. જ્યારે ઝિલ લાલ પહેરેલી જોવા મળી હતી, જ્યારે તેનો વર સફેદ રંગની શેરવાની પહેરેલો જોવા મળ્યો હતો.

વેડિંગ ડ્રેસમાં ઝિલ ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઝીલે લાલ રંગનો લહેંગા પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઝીલે ગાજો-બાજોમાં ભવ્ય એન્ટ્રી કરી હતી. ઘૂંઘટ સાથે આવેલી ઝીલ ખૂબ જ સુંદર લાગી રહી હતી. બ્રાઈડલ ગાઉનમાં ઝિલને જોઈને આદિત્ય ઈમોશનલ થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. લોકો તેના વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

ઝીલ મહેતાએ મહેંદીથી હલ્દી સેરેમની અને સપ્તપદીના ફેરા જેવા તમામ રિવાજોને આવરી લીધા છે. આ સાથે જ ઝીલ મહેતાએ વીડિયોમાં કાવ્યાત્મક અંદાજમાં કેપ્શનમાં લખ્યું છે કે, એ જે પણ પગલું ભરે છે, તેનાથી દાયકા જૂની યાદ તાજી થઈ જાય છે. મારું દિલ આપણે સાથે વીતાવેલી દરેક ક્ષણને યાદ કરીને ધડકવા લાગે છે. મેં જિંદગીમાં આનાથી વધુ ખુશી ક્યારેય નથી અનુભવી.

આ પણ વાંચો..નવા વર્ષમાં WhatsApp યુઝરને ઝટકો: જૂના ફોનમાં વોટ્સએપ નહીં ચાલે

Back to top button