ટ્રેન્ડિંગમનોરંજન

તારક મહેતા… સીરીયલની સોનુ ઉર્ફે નિધિ ફરી જોવા મળી બોલ્ડમાં અવતારમાં, નદીમાં લાગી જલપરી

Text To Speech

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ઘણાં કલાકારો એક પછી એક સીરીયલ છોડી રહ્યાં છે. જો કે આ સીરીયીલની લોકપ્રિયતા જ એટલી છે કે તેના દરેક પાત્રો સીરીયલ છોડ્યા પણ ચાહકો આજે યાદ કરે છે. આવું જ એક પાત્ર છે સોનુ…. જેને નિધિ ભાનુશાળીએ ભજવ્યું હતું અને ચાહકોના દિલમાં એક અલગ સ્થાન બનાવ્યું છે. આત્મારામ ભિડેની પુત્રી સોનુ એટલે કે નિધિ ભાનુશાળી હાલ જ બોલ્ડ અવતારમાં જોવા મળે છે.

નિધિનો બોલ્ડ અંદાજ
નિધિ ભાનુશાળીના ઘણા બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને તેમાંથી એક વીડિયો એવો છે કે જેમાં તે પોતાના કપડા ઉતારીને નદીમાં છલાંગ મારતી જોવા મળી છે. આ વીડિયો સામે આવતા જ ચાહકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શક્યા નથી. શોમાં સિમ્પલ દેખાતી સોનુ રિયલ લાઈફમાં આટલી બોલ્ડ હોઈ શકે છે તે વાતનો અંદાજ કોઈએ લગાવ્યો નહોતો.

બ્રાલેટમાં નિધિ
નિધિ ભાનુશાળીએ હાલમાં જ તેની મિરર સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટામાં તેણે બ્રાલેટ પહેર્યું છે અને ઉપરથી વાદળી શર્ટ પહેર્યો છે. તેણે તેના શર્ટનું બટન ખોલીને સુંદર બ્રાલેટ દેખાડ્યું છે. કેટલાક લોકો તેનો આ લુક ખૂબ પસંદ કરી રહ્યા છે તો કેટલાક તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

નિધિ ભાનુશાળીએ હાલમાં જ તેની મિરર સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટામાં તેણે બ્રાલેટ પહેર્યું છે અને ઉપરથી વાદળી શર્ટ પહેર્યો છે

2012માં શોનો ભાગ બની હતી
નિધિ ભાનુશાળીએ વર્ષ 2012માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પોતાની એક્ટિંગ સ્કિલ બતાવી હતી. તેમના પહેલા આ રોલ ઝિલ મહેતા ભજવી રહી હતી. જોકે, નિધિએ પણ સાત વર્ષ પછી એટલે કે 2019માં શો છોડી દીધો હતો. હાલમાં આ રોલ પલક સિધવાની ભજવી રહી છે.

શોમાં સિમ્પલ દેખાતી સોનુ રિયલ લાઈફમાં આટલી બોલ્ડ હોઈ શકે છે તે વાતનો અંદાજ કોઈએ લગાવ્યો નહોતો
Back to top button