વિવાદો વચ્ચે તારક મહેતા શો ટોપ 10 ટીવી શો માંથી બહાર


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક લોકપ્રિય શો છે. જે લગભગ 14 વર્ષથી ચાલી રહેલા આ સિટકોમની ટીઆરપી હંમેશા ઊંચી જ રહી છે. પરંતુ છેલ્લા કેટલાંય સમયથી આ શો વિવાદોનું કેન્દ્ર બન્યો છે. અનેક વિવાદોને કારણે શોમાંથી ઘણાં દિગ્ગજ કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે.
આ શો સતત વિવાદોમાં રહે છે. વિવાદોના કારણે તેના પર સીધી અસર આ અઠવાડિયે ટીવી શોની ટીઆરપી પર પડી છે. સતત વિવાદોને કારણે શોના નિર્માતાઓને મોટો ઝટકો લાગ્યો છે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે હંમેશા TRP લિસ્ટમાં ટોચ પર રહેતો હતો. પરંતુ આ અઠવાડિયે આ શો ટોપ 10ની યાદીમાંથી બહાર થઈ ગયો છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં જે રીતે શોના મેકર્સ વિવાદોમાં ફસાયા છે, તેના કારણે શોની લોકપ્રિયતા અને ગ્રાફમાં ઘટાડો થઈ રહ્યો છે.
અત્યારે ચાલી રહેલો વિવાદ:
રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત કુમાર મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રીએ શુક્રવારે જણાવ્યું કે તે મુંબઈ પરત આવી ગઈ છે અને પવઈ પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી, જ્યાં સ્ટેશન પર લગભગ 6 કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમનું નિવેદન નોંધ્યું હતું.
અત્યારે ટોપ 5ના લિસ્ટમાં કયા ટીવી શો છે વાંચો:
‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના સમાચાર મુજબ આ અઠવાડિયે અનુપમા નંબર 1 પર રહી છે, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ આ અઠવાડિયે બીજા નંબર પર છે, ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ત્રીજા નંબર પર, ‘ફાલતુ’ ચોથા નંબર પર અને ‘ઇમલી’ પાંચમા નંબર પર છે. બીજી તરફ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ અઠવાડિયે 11માં નંબર પર છે.
આ પણ વાંચો : સગીરોને મોબાઈલ આપતા માતાપિતા ચેતજો, મોબાઈલ થકી જ સગીરા ટ્રેપમાં ફસાઈ અને પછી….