ટ્રેન્ડિંગમનોરંજન

તારક મહેતા કા ઉલટા ચશ્મા : દયા ભાભીને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર,જાણો શું કહ્યું અંજલી અને તારકએ…..

Text To Speech

મુંબઈ : ટીવી ટેલીવિઝનને લઈને એક મોટા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જે ટેલીવિઝન ની સ્ટાર પોપ્યુલર ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માં ના દયા ભાભી પરત જોવા મળી શકે છે.ફરી એક વાર જેઠાલાલ અને દયાભાભીની કેમિસ્ટ્રી ફરી જોવા મળી શકે છે.અને આ તારક મહેતા કા ઉલટા ચશ્માં માં દયા ભાભીંની એન્ટ્રીને લઇ ચાહકો ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

છેલ્લા ત્રણ વર્ષથી નથી શોનો ભાગદયા બભાભી

તારક મહેતા કા ઉલટા ચશ્માંના સિરિયલ ને લઈને જેટલો ચાહકોમાં ઉત્સાહ અને પ્રેમ છે તેટલો જ દયા ભાભીની એન્ટ્રીને લઇને ચાહકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. તારક મહેતા કા ઉલટા ચશ્માં છેલ્લા ત્રણ વર્ષ થી દયા ભાભી આ સિરિયલમાં જોવા મળ્યા નથી.દિશા વાકાણી આ સિરિયલ સપ્ટેમ્બર 2017થી શૉમાં દેખાઇ નથી. દિશા વાકાણી તે સમયે મેટરનિટી લીવ પર ગઇ હતી, અને બાદમાં તેની શૉમાં વાપસી થઇ નથી.જોકે દિશાએ શૉ પણ છોડ્યો નથી. હવે રિપોર્ટ છે કે દિશા વાકાણી ફરી એકવાર તારક મહેતામાં પરત ફરી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે તારક મહેતા દયા ભાભીની વાપસી પર ખાસ મિશન પ્લાનિંગ કરવામાં આવ્યુ છે.

શોમાં અંજલી અને તારકએ કરી વાત

તારક મહેતા કા ઉલટા ચશ્માંના સિરિયલના પાત્ર તેના લેટેસ્ટ એપિસોડમાં  અંજલી અને તારક વાત કરે છે અને આ દરમિયાન દયાબહેનની વાપસીનો ઉલ્લેખ પણ કરે છે.

શું કહે છે રીપોર્ટ..?

હવે રિપોર્ટ છે કે દિશા વાકાણી ફરી એકવાર તારક મહેતામાં પરત ફરી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે તારક મહેતા દયા ભાભીની વાપસી પર ખાસ મિશન પ્લાનિંગ કરવામાં આવ્યુ છે.અંજલિ કહે છે 2021નો પહેલો દિવસ હંગામેદાર હતો. જેના પર તારક મહેતા કહે છે કે બહુ વધારે અને ઈશ્વરને પ્રાથના કે આવો હંગામો ફરીથી જોવા ન મળે. 2021 શાંતિથી પસાર થઈ જાય બસ. તો અંજલિ કહે છે કે 2021માં બસ પોપટભાઈના લગ્ન થઈ જાય અને સૌથી વધારે જરૂરી કોરોના વેક્સિન બધાને સફળતાપુર્વક લાગી જાય. જેના પર તારક મહેતા કહે છે કે આ બે નહીં પણ આ ઉપરાંત બીજા બે પણ છે. એક તો દયાભાભીને જલ્દીથી ગોકુલધામમાં વાપસી કરવામાં આવે. તો જેના પર અંજલિ કહે છે તો આ મિશન તો 2021માં જલ્દીમાં જલ્દી પૂરું કરવામાં આવે. ગડા પરિવાર અને સમગ્ર ગોકુલધામ દયાભાભીને બહુ મિસ કરી રહ્યા છે.

આ પણ વાંચો : અભિનેતા વરુણ અને જાહ્નવીનો વિડીયો થયો વાયરલ, યુઝર્સે કહ્યું- ‘આજકાલ અભિનય કરતાં આ વધુ મહત્વનું છે’

Back to top button