‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ફેમ સુંદર લાલ ભાજપની પ્રચંડ જીત બાદ 75 કિ.મી ચાલીને માતાજીના દર્શને નીકળ્યા


ગઇ કાલે ગુજરાતમાં ભાજપે એક ઐતિહાસીક જીત મેળવી છે. ગુજરાતમાં ભાજપે 182 માંથી 156 સીટ મેળવીને ઇતિહાસ રચી દીધો છે. ભાજપે પહેલી વાર આટલી સીટો મેળવી છે. ત્યારે ભાજપ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરે તેના માટે તેમના કાર્યકરો અનેક બાધા અને માનતાઓ માનતા હોય છે. ત્યારે ભાજપની આ જીત માટે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ સુંદર લાલ ઉર્ફે મયુર વાકાણીએ પણ માનતા રાખી હતી.
મયુર વાકાણીએ રાખી હતી માનતા
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ સુંદર લાલ ઉર્ફે મયુર વાકાણીએ ભાજપની પ્રચંટ જીત માટે માનતી રાખી હતી. જેથી ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત સાથે ભાજપ રેકોર્ડ બ્રેક આંકને સર કરતા આજે તેઓ અમદાવાદથી વિઠલાપુર ચાંચરી માતાના દર્શને 75 કિ.મીની પગપાળા માનતા પુરી કરવા નીકળી ગયા હતા.
મયુર વાકાણીએ જીતની શુભેચ્છા પાઠવી
મયુર વાકાણીએ એક વીડિયો શેર કરીને આ વાતની જાણકારી આપી હતી.આ માન્યામાં ન આવે તેવી જીત છે. ન ભૂતો ન ભવિષ્યતી. ગુજરાતની જનતાએ બતાવી દીધું છે કે, ગુજરાતની જનતા હંમેશા સત્યની સાથે છે, વિકાસની સાથે છે. PM મોદીએ જે વિકાસની રૂપરેખા તૈયાર કરી છે, તેમના સ્વપ્નનું ગુજરાત બનાવ્યું છે, ગુજરાત વધુ સુંદર બને તે માટે સૌ ગુજરાતીઓ આજે કટિબદ્ધ થયા અને આટલા બધા કમળ એકસાથે ભાજપની ઝોળીમાં મૂકી દીધા છે.
આ પણ વાંચો :ગુજરાતના રાજકારણમાં મહિલાઓનો દબદબો : એકલા ભાજપની 14માંથી 13 ઉમેદવારોની જીત
અત્રે ઉલ્લેખનીય છે કે મયુર વાકાણી ભાજપ અને મોદીના ખુબ મોટા ચાહક છે. તેમણે થોડા સમય પહેલા PM મોદીનું સ્કલ્પચર બનાવીને લોકોને પ્રભાવિત કર્યા હતા.