ગુજરાત

તાપીઃ માનતા પુરી કરવાના બહાને શારીરિક અડપલાં કરતાં પાખંડી ભુવાની ધરપકડ, પોલીસ તપાસ શરૂ

Text To Speech

તાપી જિલ્લાની ડોલવણ પોલીસે એક પાખંડી ભુવાની ધરપકડ કરી છે. આ પાખંડીએ માનતા પુરી કરવાની વિધિ કરવાના બહાને એક યુવતીને અવાવરું જગ્યાએ બોલાવી તેની સાથે શારીરિક અડપલાં કરી ગુનો કરતા પોલીસે આ પાખંડીને ઝડપી પાડ્યો છે. તાપી જિલ્લાના ડોલવણ પોલીસ સ્ટેશનમાં એક 23 વર્ષની યુવતીએ એક પાખંડી વિરુદ્ધ શારીરિક અડપલાંની ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી પાખંડી ભુવો વજેસિંગ ઉર્ફે મદન ચૌધરી વિરુદ્ધ અવાવરું જગ્યાએ લઈ જઈ યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ પાખંડી ભુવાને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં હાલ માતાજીના ભુવાના નામે આરોપીએ માનતા પુરી કરવા વિધિ કરવાના બહાને યુવતી સાથે શારીરિક છેડતી કરી હોવાનું બહાર આવતા પોલીસે તેને ઝડપી લઈ અન્ય કોઈ મહિલા કે યુવતી આ પાખંડીનો ભોગ બની છે કે નહીં એ દિશામાં તપાસ શરૂ કરી છે.

Back to top button