સરખેજ પોલીસે પકડેલા તાંત્રિક ભુવા નવલસિંહનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ, 12 હત્યાની કરી હતી કબૂલાત
અમદાવાદ, 8 ડિસેમ્બર : ‘લોભિયા હોય ત્યાં ધૂતર ભૂખે ના મરે’ કહેવત અનુસાર અવારનવાર આપણે ત્યાં ધુતારા આવી પોતાના કાળા કામ કરી જતાં હોય છે. અને લોકોને ચૂનો લગાવી જાય છે. આવા જ એક ધુતારા તાંત્રિક નવલસિંહ ચાવડાની અમદાવાદ પોલીસ પાંચ દિવસ પહેલા ધરપકડ કરી હતી. આજ રોજ પોલીસ કસ્ટડીમાં જ તેનું મૃત્યુ થયું છે. આ આરોપી ખુદને મહાણી મેલડી માતાનો ભુવો કહેતો હતો. અને તાંત્રિક વિધિના નામે લોકોને લૂંટી લેતો અને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી મોતને ઘાટ ઊતરતો હતો.
ફેક્ટરી માલિક સાથે તરકટ રચ્યું હતું
અમદાવાદમાં તાંત્રિકે એક કા ચાર કરી આપવાની લાલચે એક ફેક્ટરીના માલિક સાથે ષડયંત્ર રચ્યું હતું. ફેક્ટરીના માલિકને તાંત્રિક વિધિના નામે સોડિયમ નોઇટ્રેટ નેનો 3 પીવડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીએ તાંત્રિક વિધિના નામે ફેક્ટરીના માલિકની લૂંટ કરી હતી અને બાદમાં હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.ધૂળિયા અને તેમની ટીમ સમયસર પહોંચી જતા ફેક્ટરીના માલિકનો આબાદ બચાવ થયો હતો.
આ રીતે ઝડપાયો
અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચોંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજિત સિંહ રાજપૂતને ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા એક કા ચાર કરી આપવાની લાલચ આપી હતી. ભૂવાએ ફેક્ટરીના માલિકને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને પ્રવાહી પદાર્થમાં ઝેરી પદાર્થ ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ફેક્ટરીના માલિકની હત્યા કરી ભુવા સમગ્ર રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો. જોકે, સમગ્ર મામલાની સરખેજ પોલીસને બાતમી મળતાં તે સમયસર ઘટના સ્થળે પહોંચી અને ફેક્ટરીના માલિકનો જીવ બચાવી લીધો હતો.
ભુવો મૂળ વઢવાણનો રહેવાસી
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી ભુવો મૂળ વઢવાણનો રહેવાસી હતો. થોડા દિવસ પહેલાં અમદાવાદના વેજલપુરમાં રહેવા આવ્યો છે. આરોપી વઢવાણમાં મહાણી મેલડી માતાનો મઢ આવેલો છે. ત્યાં ભુવા તરીકે તાંત્રિક વિધિ કરતો હતો. એટલું જ નહીં, આ ભુવો યુ-ટ્યુબ પર મોજે મસાણી નામની ચેનલ પણ ચલાવતો હતો. જેમાં તાંત્રિક વિદ્યા કરતા વીડિયો પણ શેર કરતો હતો. જોકે, ભુવાની ચાલમાં ફસાયેલો ફેક્ટરીનો માલિક તેનો કૌટુંબિક સંબંધિ થતા હોવાનું પણ સામે આવ્યું હતું.
ભુવો ક્રાઇમ પેટ્રોલ શો વધારે જોતો : પોલીસ તપાસમાં થયો ખુલાસો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ભુવો ક્રાઇમ પેટ્રોલ શો વધારે જોતો હતો અને તેનાથી પ્રેરણા મેળવી આરોપી નવલસિંહ ચાવડાએ સોડિયમ નાઇટ્રેટ નેનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સોડિયમ નાઇટ્રેટ કોઈ બહારની લેબમાંથી ખરીદ્યુ હતું. સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરીને સોડિયમ નાઇટ્રેટ પાવડર કબજે કરી એફએસલની મદદ લઈ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, આરોપી નવલસિંહે ફેક્ટરીના માલિક પાસેથી 15 લાખના રોકાણ પર ચાર ગણા કરી આપવાની લાલચ આપી હતી.
પોલીસ સમક્ષ 12 લોકોની હત્યાનો ખુલાસો
સરખેજ પોલીસ દ્વારા નવલસિંહ ચવડાની અટકાયત કર્યા બાદ પોલીસ કોર્ટમાંથી તેના રિમાન્ડ મેળવ્યા હતા. 10 ડિસેમ્બર સુધી તે રિમાન્ડ પર હતો. રિમાન્ડ દરમ્યાન તેણે પોલીસને જણાવ્યું હતું કે, તે એક તાંત્રિક હતો. અને તાંત્રિક વિધિના બહાને પૈસા માટે કુલ 12 લોકોની હત્યા કરી ચૂક્યો હતો. દરેક હત્યામાં તેણે સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કર્યો હતો. જેમાં 1 હત્યા અસલાલીમાં, 3 સુરેન્દ્રનગર, 3 રાજકોટના પડધરીમાં, 1 અંજાર, 1 વાંકાનેરમાં કરી હતી, જ્યારે 3 હત્યા પોતાના જ પરિવારના લોકોની કરી હતી. જેમાં તેની માતા, દાદી અને કાકાનો પણ સમાવેશ થાય છે. આજે પોલીસ કસ્ટડીમાં તબિયત લથડી હતી. અને બાદમાં હોસ્પિટલ લઈ જતાં ત્યાં જ તેનું મૃત્યુ થયું હતું.
દારૂમાં સોડિયમ નાઇટ્રેટ ભેળવી પીવડાવતો
રોમાંડ દરમિયાન નવલ સિંહે જણાવ્યું હતું કે તે જે પણ વ્યક્તિને સકંજામાં લેતો તેને દારૂમાં ભેળવીને સોડિયમ નાઇટ્રેટ પીવડાવતો હતો. આ પીઢ બાદ વ્યક્તિને 20-30 મિનિટની અંદર હાર્ટ એટેક આવી જતો હતો. અથવા શરીરના અંગો નિષ્ક્રિય થઇ જતાં હતા. જેથી માણસનું હાર્ટ એટેક કે પાછી રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનું ખપાવી દેવામાં આવતું હતું.
આ પણ વાંચો : Accident/ બસ અને ટ્રક વચ્ચે જોરદાર અથડામણ, 8નાં મૃત્યુ, અનેક મુસાફરો ઘાયલ
વિદ્યાર્થીએ પ્રિન્સિપાલના માથામાં મારી ગોળી, ઘટનાસ્થળે જ થયું મૃત્યુ, જાણો ક્યાં બની આ ઘટના
બાબા વાંગાની ડરામણી ભવિષ્યવાણી: આ દેશમાં શરૂ થશે મુસ્લિમ શાસન, પૃથ્વીના અંતને લઈ કહી આ મોટી વાત
ગુજરાતની આ કંપનીનો આવી રહ્યો છે IPO, 70 લાખ નવા શેર જારી થશે
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં