ગુજરાત

બનાસકાંઠામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમનને લઈ તંત્ર એલર્ટ…

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના આખોલ મોટી ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ પાણીના પ્રોજેકટ નું આવતી કાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે જેના ભાગ રૂપે બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે ત્યારે આ ચાલી રહેલી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે તેમજ ડીસા ડી.વાય.એસ.પી કૌશલ ઓઝા સહિતના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કર્યું હતું જેમાં ચાલતા કામો અને કાયદો વેવસ્થા નું નિરીક્ષણ કરવાં આવ્યું હતું જેમાં આખોલ મોટીના તાલુકા સદસ્ય ભરત ધૂંખ જણાવ્યું હતુંકે નલ સે જલ યોજના માં પાણી પ્રોજેકટ નું આવતી કાલે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે જેના થકી આજુના લોકોને પાણીની વિકટ સમસ્યા દૂર થશે.

Back to top button