ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તમિલનાડુમાં પણ ઝાંસી અગ્નિકાંડ જેવી દુર્ઘટના, 6 લોકોના મૃત્યુ

Text To Speech

નવી દિલ્હી, તા.13 ડિસેમ્બર, 2024: તમિલનાડુમાં પણ ઝાંસી અગ્નિકાંડ જેવી દુર્ઘટના બની હતી. તમિલનાડુના ડિંડીગુલ જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા છ લોકોના મૃત્યુ થયા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ તમામ હોસ્પિટલની લિફ્ટમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ કારણ હોવાનું કહેવાય છે.

લિફ્ટમાં બેભાન અવસ્થામાં જોવા મળેલા લોકોને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, એમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. ડૉકટરોએ શ્વાસ રૂંધાવાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે.

30 દર્દીઓને સલામત બહાર કાઢવામાં આવ્યા

અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે ફાયર અને બચાવ કર્મચારીઓ દ્વારા હૉસ્પિટલના લગભગ 30 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ લિફ્ટની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટીવી ફૂટેજમાં ઇમારતમાંથી ધૂમાડો અને આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની ગાડીઓ તૈનાત કરવામાં આવી હતી.

કલેકટરે શું કહ્યું

ડિંડીગુલના જિલ્લા કલેક્ટર એમ. એન. પૂંગોડીએ પણ આ ઘટનાની નોંધ લીધી હતી. તેમણે કહ્યું, એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી. દર્દીઓને નજીકની સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક જાનહાનિ થઈ શકે છે, પરંતુ અમે ડૉકટરોની પુષ્ટિ પછી જ મૃત્યુની સંખ્યા જાહેર કરીશું.

આ પણ વાંચોઃ ‘રોડ અકસ્માતના ખરાબ રેકોર્ડના કારણે વિશ્વ સંમેલનોમાં મોં છુપાવવું પડે છે’, લોકસભામાં બોલ્યા ગડકરી

 તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button